Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે યાર્ડમાં બાન્‍દ્રા-વિરાર ટ્રેનમાંથી અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ હાલતમાં લાશ મળી

બે દિવસ ટ્રેન રેલવે વોશિંગ યાર્ડમાં સફાઈ માટે લાંગરેલી હતી : સફાઈ કામદારોનું ધ્‍યાન ગયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડ રેલવે વોશિંગ યાર્ડમાં બે દિવસથી પડી રહેલી ટ્રેનમાં કોઈ અજાણ્‍યા યુવાનની ડિકમ્‍પોઝ થયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
વલસાડ રેલવે વોશિંગ યાર્ડમાં બે દિવસ પહેલાંબાન્‍દ્રા-વિરાર ટ્રેનને સફાઈ કામકાજ હેતુ લાંગરવામાં આવી હતી. આજે સવારે ટ્રેનમાં સફાઈ કામદારો ટ્રેનની સાફસફાઈ કરવા માટે ટ્રેનમાં ચઢયા હતા. સેકન્‍ડ ક્‍લાસના એક કમ્‍પાર્ટમેન્‍ટમાંથી તિવ્ર બદબુ આવતી જણાઈ હતી. તેથી કામદારો કમ્‍પાર્ટમેન્‍ટમાં પહોંચ્‍યા ને જોયુ તો કોઈ અજાણ્‍યા યુવકની ડિકમ્‍પોઝ થઈ ચૂકેલી લાશ પડી હતી. તેની બદબુ આવી રહી હતી. કામદારોએ સ્‍ટેશન ઉપર ઘટનાની જાણ કરતા રેલવે પોલીસ જી.આર.પી. ઘટના સ્‍થળે પહોંચી હતી. એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી પોલીસે પી.એમ. માટે અજાણ્‍યા યુવકની લાશને સિવિલમાં ખસેડી હતી. પોલીસ મૃતક યુવક કોણ છે, તેની ઓળખ માટે વધુ આગળની તપાસ હાથ ધરી છે. તપાસમાં લાશ અંગે ભેદ ખુલશે તેવું મનાઈ રહ્યું છે.

Related posts

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

ખાનવેલ સબ જિલ્લા હાસ્‍પિટલ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈઃ

vartmanpravah

દાનહ-દમણ-દીવ ભાજપના માસ્‍ટર પ્‍લાનનો આરંભઃ 21મી જાન્‍યુ. સુધી ‘ડોર ટુ ડોર’ મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

vartmanpravah

વાપી કરવડમાં લાખોમાં કોઈવાર જોવા મળતો સફેદ નાગ રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

Leave a Comment