October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

કરમબેલા પંચાયતનું બજેટ નામંજૂર વિકાસના કામમાં સરપંચના મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ સહિત બહુમતી છ સભ્‍યોએ નોંધાવેલો વિરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21
ઉમરગામ તાલુકાની કરમબેલા પંચાયતનું અંદાજપત્ર બહુમતી સભ્‍યોએ નામંજૂર કરતા સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિ ની પ્રથમ ગ્રાસે મક્ષીકા થવાના સંજોગો નિર્માણ થવા પામ્‍યા છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ આજરોજ પંચાયતના સરપંચ શ્રી સુરેશભાઈ હળપતિના અધ્‍યક્ષતા હેઠળ સામાન્‍ય સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેની કાર્ય સુચિમાં અંદાજપત્રને મંજુર કરવાનું હતું. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી સરપંચશ્રી એ વિકાસના કામમાં દાખવેલા મનસ્‍વી વલણ સામે ઉપસરપંચ શ્રી આનંદભાઈ શાહ સહિત છ સભ્‍યોએ ભારે નારાજગી બતાવી હતી.
જેના પરિણામે આજરોજ સામાન્‍ય સભામાં બજેટ મંજૂર કરવાના સમયે દસમાંથી માંથી છ સભ્‍યોએ 1. આનંદભાઈ શાહ 2. આશિષ મોહન પટેલ 3. ઈશ્વર નગીન ધોડી 4. મિરા સંજય રોહિત 5.પીસી ધોડી અને 6. ચંદ્રિકા હરેશ દુબળા એ આંગળી ઊંચી કરી બજેટ ના મંજૂર કરવા માટે સ્‍પષ્ટ વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

દપાડાના એક મહિના પહેલા ગુમ થયેલ યુવાનની લાશ ખડોલીથી મળી

vartmanpravah

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

ડાંગ, ધરમપુર વિસ્‍તારમાં પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટનો ભભુકેલો વિરોધ

vartmanpravah

નવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયો

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

Leave a Comment