January 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસની પરિણીતાએ દમણગંગા નદીમા આત્‍મહત્‍યાનો પ્રયાસ કર્યો: એક યુવાને નદીમા કુદી યુવતિનો જીવ બચાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21
સેલવાસના આમલી વિસ્‍તારમાં રહેતી એક પરિણીતાએ કોઈક અગમ્‍યકારણસર દમણગંગા નદીના પુલ પરથી નદીમા ઝંપલાવી દીધુ હતુ.બ્રીજ પરથી પસાર થતા એક યુવાને તાત્‍કાલિક નદીમા કુદી પડી યુવતીનો જીવ બચાવ્‍યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર પુનમ પવાર (ઉ.વ.32) રહેવાસી આમલી સેલવાસ જે એના પરિવાર સાથે રહે છે અને એના પતિ સાથે કાયમ જ ઝગડો થતો રહે છે જેનાથી કંટાળી બપોરે દમણગંગા નદીના પુલ પર જઈ નદીમા ઝંપલાવી દીધુ હતું. એ જોતા પુલ પર લોકોની ભીડ એકત્ર થઇ ગયી હતી. તે જ સમયે રંજયકુમાર જે ઉમરગામનો રહેવાસી રિક્ષામા જઈ રહ્યો હતો જેણે યુવતીને નદીમા કૂદતા જોતા કંઈપણ વિચાર કર્યા વિના રિવરફ્રન્‍ટ પર આવી નદીમા ઝંપલાવી દીધુ હતુ અને પાણીમા તરીને યુવતી જે ડૂબી રહી હતી એને બચાવી લીધી હતી.ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ સાથે 108ની ટીમ પણ પોહચી ગયી હતી અને યુવતીને બચાવવા માટે પુલ ઉપરથી દોરડુ નાખી બહાર કાઢવામા આવી હતી.
આ પરિણીતાને 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી. જ્‍યાં એના પરિવારના સભ્‍યો પણ આવી પહોંચ્‍યા હતા. પરિણીતાને પ્રાથમિક સારવાર આપી હાલમા રજા આપી દેવામા આવી છે.ફાયરની ટીમ દ્વારા પરિણીતાને બચાવનાર યુવાન રંજયકુમારને આ સરાહનીય કાર્ય કરવા બદલ પ્રોત્‍સાહિતકરવામા આવ્‍યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ દમણગંગા નદીનો પુલ સુસાઇડ પોઇન્‍ટ બની ગયો છે અગાઉ પણ જયારે આત્‍મહત્‍યાની ઘટના બનેલ ત્‍યારે નદીના પુલની આજુબાજુ જાળી લગાવવા માટે અહેવાલો લખવામા આવ્‍યા છે અને કેટલીક સ્‍થાનિક સંસ્‍થાઓએ પણ પ્રશાસનને લેખિત રજૂઆત કરી છે પરંતુ કોઈક કારણસર પ્રશાસન દ્વારા આ પ્રશ્ન અંગે કોઈપણ પગલા લેવામા આવતા નથી. જો જાળી લગાવવામા આવે તો આત્‍મહત્‍યાના કેસોમા ઘટાડો થઇ શકે એમ છે.

Related posts

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

દીવની ટ્રેડ યુનિયન એન્‍યુઅલ જનરલ મિટીંગ યોજાઈ

vartmanpravah

સ્‍વાતંત્ર્ય સંગ્રામના ઘટકો

vartmanpravah

જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દમણ કલેક્‍ટર કચેરીમાં બેઠક યોજાઈ

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

Leave a Comment