January 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

વિવિધ રમતોની સ્‍પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ હવે 14 ડિસેમ્‍બરના રોજ યોજાનાર યુથ કક્ષાના રમતોત્‍સવમાં ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રાથમિક વિભાગના આદેશ મુજબ આંબોલી ગ્રામ પંચાયતની પ્રાથમિક ગુજરાતી શાળા પરિસરમાં 55મા કેન્‍દ્ર કક્ષાના રમતોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં કુલ 16 શાળાઓના 500 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. આ રમતોત્‍સવમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ, રિલે દોડ, બરછી ફેંક, શોટ પુટ, યોગા, કેરમ, ટેબલ ટેનિસ, કબડ્ડી, ખો-ખો, વૉલીબોલ, બેડમિન્‍ટન અને દોરડા ખેંચ સહિતની અનેક રમતોની સ્‍પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં દાદરા નગર હવેલી જિલ્લાની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈ રમત પ્રત્‍યેનું તેમનું કૌવત ઝળકાવ્‍યું હતું. આ કેન્‍દ્ર કક્ષાના રમતોત્‍સવમાં વિવિધ રમતોની સ્‍પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓ હવે 14 ડિસેમ્‍બરના રોજ યોજાનાર યુથ કક્ષાના રમતોત્‍સવમાં ભાગ લેશે.
આજના રમતોત્‍સવ નિમિત્તે ખેલાડીઓનો ઉત્‍સાહ વધારવા દાનહ જિલ્લા પંચાયત સભ્‍ય શ્રીદીપકભાઈ પટેલ, આંબોલી પંચાયતના સરપંચ શ્રી જયંત ધોડી, સી.આર.સી શ્રી નેમીસ પટેલ, શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઈ રોહિત સહિત જુદી જુદી શાળાના મુખ્‍ય શિક્ષકો અને રમતગમત વિષયના શિક્ષકો તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થી ખેલાડીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

vartmanpravah

નાર્કોટિક્‍સ કંટ્રોલ બ્‍યુરો ઓફ નેશનલ કમિશન ફોર પ્રોટેક્‍શન ઓફ ચાઈલ્‍ડ રાઈટ્‍સ, નવી દિલ્‍હી દ્વારા ‘નશા મુક્‍ત ભારત અભિયાન’માં દમણ જિલ્લાનું સર્વશ્રેષ્‍ઠ પ્રદર્શન : કલેક્‍ટર ડો.તપસ્‍યા રાઘવને મળેલો પુરષ્‍કાર

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આકર્ષક રોડ શો સાથે ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

vartmanpravah

પોતાનો રસ્‍તો શોધવા માહિર હોવા છતાં જિ.પં. પ્રમુખ તરીકે નવિનભાઈ પટેલ માટે રાહ આસાન નહીં રહે

vartmanpravah

Leave a Comment