July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

દશ દશના ગ્રુપ પેટે મહિલાઓનો વિમો બનાવી અને પ્રોસેસિંગ ફી પેટે લાખો રૂપિયા ઉઘરાવી માત્ર એક જ સપ્તાહમાં સંચાલક રફુચક્કર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વલસાડમાં ખાનગી ફાયનાન્‍સ કંપની ખોલી મહિલાઓને સસ્‍તી લોન આપવાની લોભામણી લાલચ આપી લોન પ્રોસેસીંગ ફી પેટે ચાર ચાર હજાર ઉઘરાવી માત્ર એક સપ્તાહમાં ફાઈનાન્‍સ કંપનીના સંચાલકો ઓફીસને તાળા મારી પલાયન થઈ જતા સેંકડો મહિલાઓ સાથે છેતરપીંડી થતા મામલો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો.
વલસાડ ગૌરવપથ ઉપર એક કોમ્‍પલેક્ષમાં એક અઠવાડિયા પહેલા સહયોગ માઈક્રો ફાયનાન્‍સ નામની કંપની કોઇ ઠગ ઈસમોએ ખોલી હતી. મહિલા એજન્‍ટો રાખીને નાની એજન્‍ટોને લોકો વચ્‍ચે મોકલ્‍યા હતા. યોજના એવી બનાવેલી કે દસ દસ મહિલાના ગ્રુપ બનાવો અને પ્રોસેસીંગ ફી 300 રૂા. વીમા પેટે 3452 રૂા. ભરવાના બીજા દિવસે બેંક એકાઉન્‍ટમાં લોન જમા થઈ જશે તેવી લોભામણી જાહેરાત કરી એજન્‍ટો દ્વારા ઘોબી તળાવ, મોગરાવાડી, હાઉસીંગ જેવા વિસ્‍તારોની સેંકડો મહિલાઓ રૂપિયા કંપનીને ચૂકવી દીધા હતા.
બીજા દિવસે બેંક ખાતામાં લોન જમા નહી થતા ભોગ બનનારીમહિલાઓએ આજે છેતરપીંડી થયાની લેખીત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એજન્‍ટોની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે. માત્ર એક અઠવાડીયામાં ખેલ પાડી ભેજાબાજો લોકોના લાખો રૂપિયા ઉવેછી પલાયન થઈ ગયા છે.

Related posts

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૩૮મા નિર્માણ દિન મહોત્‍સવની ઉજવણી કરાઈ

vartmanpravah

કરવડ સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમની ધો.10નું 98.04 ટકા પરિણામ

vartmanpravah

દીવમાં ખરાબ રસ્‍તાના કારણે રોંગ સાઈડ પર આવતી ફોર વ્‍હીલરને અકસ્‍માત

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

પારડી વૈજનાથ મહાદેવ મંદિરનો 26મો પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

Leave a Comment