October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

પારડી તાલુકાના વિવિધ ગામો તથા પારડી શહેરના ગણેશ મંડળના સભ્‍યો મોટી સંખ્‍યામાં રહ્યા ઉપસ્‍થિત

કલેકટરના જાહેરનામા સહિત 20 જેટલા વિવિધ મુદ્દાઓનું પાલન કરવાનું સૂચન કરતાં પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ જી.આર. ગઢવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઇ. જી.આર. ગઢવીના અધ્‍યક્ષ સ્‍થાને પારડી ખાતે આવેલ યુનિટી હોલમાં આજરોજ તા.2.9.2024 ના રોજ ટૂંક જ સમયમાં આવી રહેલ હિન્‍દુઓના ગણેશ મહોત્‍સવ અને મુસ્‍લિમોના ઇદે મિલાદ ના પર્વ ને શાંતિ સમિતિની બેઠક યોજવામાંઆવી હતી.
આ બેઠકમાં હિંદુ-મુસ્‍લિમ બંને સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ટૂંક જ સમયમાં આવી રહેલ ગણેશ મહોત્‍સવ અંગે પોલીસ ઈન્‍સ્‍પેક્‍ટર જી.આર. ગઢવીએ કલેકટરના જાહેરનામા સહિત 20 જેટલા વિવિધ મુદ્દા લઈ યોગ્‍ય માર્ગદર્શન આપ્‍યું હતું.
તેમણે જણાવ્‍યું હતું કે, ગણેશ મંડપમાં સીસીટીવી કેમેરા મુકવા જેથી કોઈ ગુનો થતો હોય તો અટકાવી શકાય છે. સાથે આગથી બચવા માટે ફાયર સેફટીના સાધનો મૂકવાના રહેશે. ગણેશ મંડપમાં જુગાર રમવો નહીં અને દારૂ કે અન્‍ય નશો કરી વિસર્જનમાં આવવું નહિ. જો આ રીતે કોઈ ગુનાહિત કળત્‍ય કરતા પકડાશે તો કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવશે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી. સાથે સાથે વિસર્જનના દિવસે ટ્રાફિકનું ધ્‍યાન રાખવા અને સમયસર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરી દેવા માટે અપીલ કરી હતી. જેથી ચોક્કસ વ્‍યવસ્‍થા જાળવી શકાય છે.
એ જ રીતે 16 મી તારીખે આવી રહેલ મુસ્‍લિમોના ઈદે મિલાદના તહેવારને લઈ જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.
ખાસ કરીને ગણેશ વિસર્જન વખતે જ્‍યાં હોસ્‍પિટલ હોય ત્‍યાં વાજિંત્ર ના વગાડવા માટે સુચના આપવામાં આવી હતી અને શાંતિપૂર્ણ રીતે ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદ બંને પર્વની ઉજવણી થાય એ માટે તેઓએ જરૂરી માર્ગદર્શન આપ્‍યુંહતું.
વધુમાં ગણેશ મહોત્‍સવ દરમિયાન થનાર દરેક કાર્યક્રમ અંગેની મંજૂરી લેવાની રહેશે. એ માટે અરજી કરવાની રહેશે. અરજી કર્યાથી તાત્‍કાલિક પરમિશન આપવામાં આવશે હોવાનું સૂચન પણ કરવામાં આવ્‍યું હતું.
આ શાંતિ સમિતિમાં પારડી તાલુકાના વિવિધ ગ્રામ પંચાયતના સરપંચ, ભાજપ-કોંગ્રેસના અગ્રણી નેતાઓ પારડી અને ગામડાઓના ગણેશ મંડળના સંચાલકો પારડી પોલીસ સ્‍ટાફ મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને જિલ્લા કલેકટર એ બહાર પાડેલ જાહેરનામા મુજબ જરૂરી પરમિશન લેવા માટે વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

વાપીમાં મોતના બે બનાવ : અજાણી મહિલાનું ટ્રેન અડફેટમાં મોત : ચલા ફલેટમાંથી વૃધ્‍ધ મૃત હાલતમાં મળ્‍યા

vartmanpravah

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં દિવ્‍યાંગ ‘સ્‍કાઉટ ગાઈડ’ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

અબ્રામાથી વાપી આલોક કંપનીના કર્મચારીઓ ભરેલી બસને વલસાડ હાઈવે ઉપર નડેલો અકસ્‍માત

vartmanpravah

દુણેઠામાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અને ‘સત્‍યાગ્રહ સે સ્‍વચ્‍છાગ્રહ’ અંતર્ગત સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવો તેમજ ઓડીએફ પ્‍લસ અંગેનો ઠરાવ પસાર કરાયો

vartmanpravah

મૃત મરઘાઓ ફેંકી જવાના અખબારી અહેવાલ બાદ ચીખલી દોણજાની નાની ખાડીમાં આરોગ્‍ય વિભાગના અધિકારીઓએ સ્‍થળ નિરીક્ષણ હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment