દશ દશના ગ્રુપ પેટે મહિલાઓનો વિમો બનાવી અને પ્રોસેસિંગ ફી પેટે લાખો રૂપિયા ઉઘરાવી માત્ર એક જ સપ્તાહમાં સંચાલક રફુચક્કર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22
વલસાડમાં ખાનગી ફાયનાન્સ કંપની ખોલી મહિલાઓને સસ્તી લોન આપવાની લોભામણી લાલચ આપી લોન પ્રોસેસીંગ ફી પેટે ચાર ચાર હજાર ઉઘરાવી માત્ર એક સપ્તાહમાં ફાઈનાન્સ કંપનીના સંચાલકો ઓફીસને તાળા મારી પલાયન થઈ જતા સેંકડો મહિલાઓ સાથે છેતરપીંડી થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
વલસાડ ગૌરવપથ ઉપર એક કોમ્પલેક્ષમાં એક અઠવાડિયા પહેલા સહયોગ માઈક્રો ફાયનાન્સ નામની કંપની કોઇ ઠગ ઈસમોએ ખોલી હતી. મહિલા એજન્ટો રાખીને નાની એજન્ટોને લોકો વચ્ચે મોકલ્યા હતા. યોજના એવી બનાવેલી કે દસ દસ મહિલાના ગ્રુપ બનાવો અને પ્રોસેસીંગ ફી 300 રૂા. વીમા પેટે 3452 રૂા. ભરવાના બીજા દિવસે બેંક એકાઉન્ટમાં લોન જમા થઈ જશે તેવી લોભામણી જાહેરાત કરી એજન્ટો દ્વારા ઘોબી તળાવ, મોગરાવાડી, હાઉસીંગ જેવા વિસ્તારોની સેંકડો મહિલાઓ રૂપિયા કંપનીને ચૂકવી દીધા હતા.
બીજા દિવસે બેંક ખાતામાં લોન જમા નહી થતા ભોગ બનનારીમહિલાઓએ આજે છેતરપીંડી થયાની લેખીત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એજન્ટોની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે. માત્ર એક અઠવાડીયામાં ખેલ પાડી ભેજાબાજો લોકોના લાખો રૂપિયા ઉવેછી પલાયન થઈ ગયા છે.