January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશસેલવાસ

પ્રવાસન વિભાગ દ્વારા તા.24થી 30 ઓગસ્‍ટ સુધી દમણ અને દાનહમાં યોજાનારો અફલાતૂન મોન્‍સૂન ફેસ્‍ટિવલઃ રમત-ગમત, મોજ-મસ્‍તી સાથે આનંદ-પ્રમોદનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ તા.24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી પ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
ફેસ્‍ટિવલનો પ્રારંભ તા.24મી ઓગસ્‍ટે દમણના નમો પથ ઉપર કલ્‍ચરલ પરેડથી થશે અને આ ક્રમમાં 24 થી 30 ઓગસ્‍ટ, 2023 સુધી દૂધની જેટી પર બોટ રેસ, કબડ્ડી, વોલીબોલ, ટગ ઓફ વોર, ખો-ખો, સ્‍વિમિંગ, મેરેથોન સહિત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવશે. તદ્‌ઉપરાંત 24 થી 30 ઓગસ્‍ટ સુધી દૂધની ટુરિસ્‍ટ કોમ્‍પલેક્ષમાં ટ્રેમ્‍પલિંગ, વોલ ક્‍લાઈમ્‍બિંગ, જેટ સ્‍કી, બનાના રાઈટ, ક્‍યાકિંગ સહિતની રમતોનું આયોજન પણ કરાશે.
24 થી 30 ઓગસ્‍ટ સુધી દાનહ અને દમણના બંને જિલ્લામાં સુફી ગઝલ નાઈટ, ભજન નાઈટ, લાઈવ બોલીવુડ, શાષાીય નૃત્‍ય, હાસ્‍યકવિ સંમેલન, ગુજરાતી ડ્રામા,સ્‍ટેન્‍ડઅપ કોમેડી, એરિયલ આર્ટ્‌સનું આયોજન કરવામાં આવશે.
દૂધનીમાં કેમ્‍પિંગ, હોમસ્‍ટે, ટ્રેકિંગનું પણ આયોજન કરાશે. જેના કારણે પ્રવાસીઓ અને સ્‍થાનિકો પ્રાકૃત્તિક સૌંદર્યની મઝા માણી શકશે.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે ચોમાસા દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેની કડીમાં આ વર્ષે પણ 24 થી 30 ઓગસ્‍ટ, સુધી પુરા ઉત્‍સાહ અને ઉમંગ સાથે સંઘપ્રદેશમાં મોન્‍સૂન ફેસ્‍ટિવલની ઉજવણી કરાશે.

Related posts

સમગ્ર રાજ્યમાં મહેસૂલી કામગીરીમાં વલસાડ જિલ્લો મોખરે, જાન્યુ.થી માર્ચમાં પ્રથમ, એપ્રિલમાં દ્વિતિય ક્રમ મેળવ્યો

vartmanpravah

ડેલકરની સહાનુભૂતિમાં ત્રાટકેલી કલાની ત્‍સુનામીમાં ભાજપનું પ્રચંડ ધોવાણ

vartmanpravah

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વાપી યુ.પી.એલ. મુક્‍તિધામને 6 વર્ષ પુરા થયા: 4763 જેટલા મૃતદેહોના અગ્નિ સંસ્‍કાર કરાયા

vartmanpravah

Leave a Comment