Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

ધરમપુરના હનમતમાળ અને ખાંડાગામથી બે બોગસ તબીબો ઝડપાયા

ઉત્‍કર્ષ આંબરે અને વિનોદ ચૌધરીના ક્‍લિનીકમાં 2 હજારનો દવા-ગ્‍લુકોઝનો જથ્‍થો ઝડપાયો : સ્‍થાનિકોએ તબીબોની તરફેણ કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
અંતરીયાળ વિસ્‍તારોમાં બોગસ તબીબો ક્‍લિનીક ખોલી તબીબી સેવાનો વેપલો કરી સામાન્‍ય ભોળી જનતાની જીંદગી સાથે ચેડા કરતા હોવાની પ્રતિતિ કરી ઘટના ધરમપુર વિસ્‍તારમાં ઘટી છે. હનમંતમાળ અને ખાંડા ગામે પોલીસ અને આરોગ્‍ય વિભાગે રેડ કરી બે બોગસ તબીબોને ઝડપી પાડયા હતા.
વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગના અધિકારીઓ અને ધરમપુર પોલીસે સંયુક્‍ત રીતે ધરમપુર વિસ્‍તારના બોગસ ઊંટવૈદોને ઝડપી લીધા હતા. હનુમંતમાળ ગામે ક્‍લિનીક ચલાવતા બોગસ ડોક્‍ટર ઉત્‍કર્ષ દિગંમ્‍બર આંબરેને ત્‍યાં કાર્યવાહીમાં રૂા.6840ની દવા ઈન્‍જેકશન મળી આવ્‍યા હતા તેમજ ખાંડા ગામે ચેકીંગ દરમિયાન વિનોદ જયંતિલાલ ચૌધરી નામના બોગસ તબીબ ઝપડાયો હતો. ક્‍લિનિકમાંથી રૂા.20588ની દવા, ઈન્‍જેકશન અને ગ્‍લુકોઝ બોટલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. બન્ને બોગસ તબીબો ગુજરાત મેડીકલ એસોસિએશનમાં નોંધાવા અંગેના પુરાવા આપી નહી શકેલ. તેથી પોલીસે 27 હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને બોગસ તબીબોની અટક કરી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ ઉજાગર થવા પામી હતી કે સ્‍થાનિક રહીશોતબીબોની તરફેણમાં ઉતર્યા હતા. અમને 24 કલાક સેવા મળે છે. ધરમપુર જવુ પડતું નથી જેવી દલીલો લોકોએ કરી હતી.

Related posts

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપલક્ષમાં આજે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું આયોજનઃ સમસ્‍ત દમણ દોડશે

vartmanpravah

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

75 માં સ્‍વતંત્રદિનના પર્વ નિમિતે કેબીએસ એન્‍ડનટરાજ કોલેજમાં તિરંગો લહેરાયો

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ફાયર સેફટી ટ્રેનિંગનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખાનવેલમાં સાંસદ લાલુભાઈ પટેલે કબડ્ડી ટૂર્નામેન્‍ટનો કરાવેલો શુભારંભ

vartmanpravah

Leave a Comment