Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલમાં માટી ભરેલ ટ્રેકટર ઘૂસી જતા વીજ ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના વંકાલ ગામના સુંદર ફળિયામાં માટી ભરેલ ટ્રેકટર ઘુસી જતા વીજ કંપનીનું ટ્રાન્‍સફોર્મર જમીન દોસ્‍ત થતા વીજ કંપનીને મોટું નુકશાનથયું હતું.
સદનસીબે કોઈ જાનહાની ન થતા રાહત થઈ હતી. વીજ કંપનીના અધિકારીઓ સ્‍થળ પર ધસી આવી સર્વે હાથ ધરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ શનિવારની બપોરના સમયે વંકાલ ગામના વાણીયાતળાવમાંથી માટી ભરી જઈ રહેલ ટ્રેક્‍ટરના ચાલકે સુંદર ફળીયા પાસે સ્‍ટેરયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર ટ્રાન્‍સફોર્મરના થાંભલા સાથે અથડાતા બન્ને થાંભલા તૂટી જતા ટ્રાન્‍સફોર્મર ભોંયભેંગુ થઈ જતા એક સમયે અફરા તફરી મચી જવા પામી હતી. ટ્રાન્‍સફોર્મર જમીનદોસ્‍ત થતા વીજ કંપનીને મોટું નુકશાન થવા પામ્‍યું હતું. જોકે વીજ લાઈન જ્‍યોતિર્થ ગામની હોવા છતાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
વીજ કંપનીના અધિકારીઓ દ્વારા જાણ થતા તરત જ વીજ પુરવઠો બંધ કરી નાયબ ઈજનેર વી.એમ. દેસાઈ સહિતનો સ્‍ટાફ સ્‍થળ પર નુકશાની અંગેનું સર્વે હાથ ધરાયુ હતું. અને વીજ પુરવઠો રિસ્‍ટોર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. વંકાલ ગામના વાણીયાતળાવમાં છેલ્લા કેટલાક દિવસોથી તળાવ ખોદવાની કામગીરી ચાલતી હોય માટી વહન કરતા વાહનોની અવર જવર વધી જવા પામેલ છે. ત્‍યારે આ પ્રકારના અકસ્‍માતો ટાળવા માટે તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
રસ્‍તાનું ચાલુ કામે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તપાસમાં આવતાં પણ નથી રામ ભરોશે કામ ચાલી રહ્યું છે.વંકાલ ગામના સુંદર ફળીયા જતા માર્ગના નવીનીકરણનું કામ પ્રગતિમાં છે. પરંતુ આ માટી ભરેલા વાહનોની અવર જવરથી ઠેર ઠેર માટીના ઠર જામવા પામ્‍યા છે. અને આવી સ્‍થિતિમાં માર્ગ મકાન દ્વારા નવીનીકરણનું કામ ચાલુ જ રાખવામાં આવતા કામની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થવા પામ્‍યા છે.

Related posts

મૃતકના વાલી-વારસોએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા વિનંતી

vartmanpravah

અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્‍ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં પવનની ગતિ જાણવા માટે 14 પુલો ઉપર મોનીટરીંગ સિસ્‍ટમ લગાવાઈ

vartmanpravah

Leave a Comment