September 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.29: પારડી તાલુકાના વેલપરવા નવી નગરીની પરણીતા અને સ્‍કૂલ ફળિયામાં પિયર ધરાવતી પ્રતિમાબેન વિપુલભાઈ પટેલ ઉ.વ. 27 તેની 7 વર્ષની પુત્રી કિયા વિપુલભાઈ પટેલ સાથે ગત તા.26 સપ્‍ટેમ્‍બર મંગળવારના રોજ સાસરેથી કોઈને કશું પણ કહ્યા વિના ઘરેથી ચાલી નીકળી હતી. જેને લઈ પતિ વિપુલભાઈએ આજુ બાજુ સગાવ્‍હાલા તથા તેના પિયરના ઘરે પણ શોધખોળ કરવા છતાં મળી ન આવતા પ્રતિમાબેનના સગાભાઈ પ્રગ્નેશ પટેલે તેની બહેન અને ભાણેજ ગુમ થવાની ફરિયાદ પારડી પોલીસ સ્‍ટેશને નોંધાવીહતી.
પારડી પોલીસ આ બંનેમાં દીકરીની શોધખોળ કરી રહી હોય આ દરમિયાન બીજા દિવસે પ્રતિમાબેન તેની પુત્રી કિયા સાથે પોતાના એક મિત્ર ભંડારીને સાથે લઈ પારડી પોલીસ મથકે જાતે હાજર થઈ વાપી એક વકીલને ત્‍યાં રોકાયા બાદ પરત ફરી હોવાનું પોલીસને જણાવ્‍યુ હતું. સાથે સાથે તેણે કોઈ કારણસર તેના સાસરે અને તેના પિયર બંને ઘરે જવાની ના કહેતા પારડી પોલીસે તેને પુત્રી સાથે વલસાડ નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપી હતી.

Related posts

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

યુનાઈટેડ કિંગડમના લેસ્‍ટરમાં જય જલારામ યુવક મંડળ દ્વારા જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

સેલવાસના યુવાને બીલ્‍ડિંગના ટેરેસ ઉપર જઈ ઝેરી દવા ગટગટાવી કરેલીઆત્‍મહત્‍યા

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

vartmanpravah

Leave a Comment