April 20, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભ્રમણા જાળમાં ફસાયેલી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન- દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમના ગ્રાહકોની રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ, રૂા.પ000 કરોડની માર્કેટ વેલ્‍યુ છતાં ટોરેન્‍ટ પાવર સાથે રૂા.પપપ કરોડનો સોદો !!

  • … અને ટોરેન્‍ટ પાવરને પહેલા દિવસથી જ મળનારો અઢળક નફો

  • ભારત સરકાર અને પ્રશાસન પાસે લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ(એલઓઆઈ) આપવા પહેલા પુનઃ સમીક્ષાનીરહેલી તક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16
ભારત સરકારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિદ્યુત વિભાગ/નિગમો અને કંપનીઓનું ખાનગીકરણ કરવાના લીધેલા નિર્ણયમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે કેટલીક ક્ષતિઓ રહી ગઈ હોવાથી ખાનગીકરણ માટેની બીડ મેળવનાર કંપની ટોરેન્‍ટ પાવરને પોતાના કોઈપણ પ્રકારના રોકાણ વગર સીધો જ ફાયદો થઈ રહ્યો હોવાનું બહાર આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 5734થી વધુ ઔદ્યોગિક કનેક્‍શન, 1,23,000 ડોમેસ્‍ટિક કનેક્‍શનના ગ્રાહકોના રૂપિયા 1000 કરોડથી વધુની ડિપોઝીટ પ્રશાસન પાસે જમા છે. આ રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત પાવરને ખરીદનારી ટોરેન્‍ટ પાવર કંપનીને ટ્રાન્‍સફર કરવી પડશે. જેના કારણે 5000 કરોડ કરતા વધુના માર્કેટ વેલ્‍યુનો વિદ્યુત કારોબારની સાથે સાથે રૂા.1000 કરોડ કરતા વધુની ડિપોઝીટ સાથે વિદ્યુત કારોબારનો અધિકાર રૂા. પપપ કરોડમાં પ્રાપ્ત કરી ટોરેન્‍ટ પાવર રાતોરાત અઢળક નફો રળનારી કંપની પણ બની જશે.
અત્રે યાદ રહે કે, કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વિદ્યુત વિભાગો/નિગમો અને કંપનીઓના ખાનગીકરણ માટે ભારત સરકારે લીધેલા નિર્ણય પાછળ દાદરા નગર હવેલી અને દમણ-દીવને બાદ કરતા તમામ કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં વિદ્યુત વિતરણ પ્રણાલીમાં ભારે ભેદ-ભરમ હતો અને એકમો દ્વારા કરોડો રૂપિયાની દર વર્ષે ખોટ થતી હતી, તેની સામે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગ/નિગમે પારદર્શકતાની સાથે આગળ વધી ફક્‍ત દર વર્ષે કરોડો રૂપિયાનો નફોજ નથી રળ્‍યો, પરંતુ ગ્રાહકોને 24×7 નિરંતર વિક્ષેપ વગર સેવા, દરેક સેવાઓ ઓનલાઈન તથા ફરિયાદ નિવારણ પણ મોબાઈલ એપમાં આંગળીના વેઢે નોંધી શકાય તેવી વ્‍યવસ્‍થા કરવા અગ્રેસર રહ્યું છે. જેના કારણે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પડોશી રાજ્‍યો ગુજરાત અને મહારાષ્‍ટ્રના ઉદ્યોગોની પહેલી પસંદ પણ દાદરા નગર હવેલી અને દમણ બનવા પામ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 1 લાખ 45 હજાર વિદ્યુત ગ્રાહકો, રૂા.4પ00 કરોડનું ટર્ન ઓવર, રૂા.150 કરોડનો વાર્ષિક નફો, વર્ષોની ગૂડવીલ વગેરેને ધ્‍યાનમાં લીધા વગર દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગની માર્કેટ વેલ્‍યુ જમીનમાં બિછાવેલા કેબલ, થાંભલા ઉપર લટકતા તારો, ડીપી વગેરેના આધાર ઉપર ફક્‍ત રૂા. 160 કરોડ નકકી કરવામાં આવી છે તે ક્ષતિપૂર્ણ હોવાનું પ્રતિત થાય છે. બીજીબાજુ રૂા.1000 કરોડ કરતા વધુની વિદ્યુત ગ્રાહકોની ડિપોઝીટ ઉપર પણ ટોરેન્‍ટ પાવરનો અધિકાર સ્‍થાપિતથવાથી ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન માટે આ સોદો ભારે ખોટનો સાબિત થઈ રહ્યો છે અને ભવિષ્‍યમાં આ સોદો શિરોવેદના રૂપ બનવાની સંભાવના પણ નકારાતી નથી.
ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન ટોરેન્‍ટ પાવર કંપનીને લેટર ઓફ ઈન્‍ટેન્‍ટ(એલઓઆઈ) આપવા પહેલા આ સમગ્ર સોદાની પુનઃ સમીક્ષા કરી નવેસરથી પ્રક્રિયા શરૂ કરે તો જે કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યુ છે તેની ભરપાઈ થવાની સંભાવના રહેશે.

Related posts

વલસાડ લોકસભાની બેઠક માટે ઉમેદવારોની લાઈન લાગી : 9 જેટલા ટિકિટ વાંચ્‍છુઓએ ઉમેદવારી જતાવી

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

આજે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દાનહ અને દમણ-દીવના લગભગ રૂા.4900 કરોડના વિકાસ પ્રોજેક્‍ટોનું ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજન કરશે

vartmanpravah

મસાટ ખાતે રહેતી સુનામીકા ક્રિષ્‍ણાકાન્‍ત શુખલા ગુમ

vartmanpravah

સંઘપ્રદેશના 257 શિક્ષકોને બરખાસ્‍ત કરવાના મુદ્દે દાનહ કોંગ્રેસ પ્રશાસકશ્રીને લખેલો પત્ર

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

Leave a Comment