October 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા સુખાલા ગામે માજપાડા ફળિયા રહેતા ભજનિક સંગીતકાર વિજયભાઈ આનંદરાવ જાદવને ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પરથી મધની માખી ડંખ મારવાથી મોત થતા સમગ્ર વિસ્‍તારમાં શોકની કાલિમા પ્રસરી ગઈ છે.
સ્‍થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઘરના આંગણામાં આસોપાલવના ઝાડ પર મધ હતું. એ મધની માખી એક ઘરના છોકરાને કરડી હતી. જેની જાણ થતા તપાસ કરતા ઘરના આંગણામાં આવેલા આસોપાલવના ડાળી પર નાનું દેશી મધ જોવા મળતા વિજયભાઈ ધારીયું લઈ ડાળી કાપવા જતા મધની માખી દ્વારા હુમલો કરતા માથા અને ગળા પર ડંખ મારિયા હતા. મધની માખી નાની હોય તો કોઈ અસર ના પડે પરંતુ થોડીવારમાં કંઈક શરીરમાં તકલીફ જણાતા પરિવારજનોએ ખાનગી વાહનમાં સારવાર અર્થે નાનાપોંઢા સરકારી હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં પહોંચવા પહેલા મૃત્‍યુપામ્‍યા હોવાનું જાણવા મળ્‍યું છે. ડોક્‍ટર દ્વારા તપાસ કરતાં વિજયભાઈ જાદવને મૃત જાહેર કરવામાં આવ્‍યો હતો.
મૃતક વિજયભાઈ જાદવના મોતની જાણ થતાં સમગ્ર વિસ્‍તારમાં દુઃખની લાગણીઓ ફેલાઈ ગઈ હતી. વિજયભાઈના પિતા પણ થોડા દિવસો પહેલા મૃત્‍યુ પામ્‍યા હતા. એમનું પરિવાર અને વિજયભાઈ ધાર્મિક સાથે ભજન કીર્તન માટે સમગ્ર વિસ્‍તારમાં ઓળખવામાં આવે છે. ઘરકામ કરી નિયમિત ભજનોના કાર્યક્રમો હાજરી આપતા હતા. વિજયભાઈને શ્રદ્ધાંજલી આપવા અને સ્‍મશાન યાત્રામાં મિત્રો ગામના આગેવાનો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

Related posts

સૈયદ મુસ્‍તાક અલી T-20 શ્રેણી માટે સંઘપ્રદેશ દમણના યુવા ખેલાડી હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની ગુજરાત ટીમમાં પસંદગીઃ કોચ ભગુ પટેલે આપેલી માહિતી

vartmanpravah

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલે પોતાના કાર્યકાળના પ્રથમ દિવસથી માંડી આજપર્યંત જે કહ્યું તે કરી બતાવ્‍યું

vartmanpravah

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

vartmanpravah

દીવ જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment