January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણવાપીસેલવાસ

નામધા-ચંડોરમાં સંઘપ્રદેશ અને વાપીની ફાર્મા કંપનીઓની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

ફાર્મા કપ 2022 નું કચીગામ અને નામધામાં કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપી નજીકના નામધા ચંડોર ખાતે દમણ, દાનહ અને વાપી જીઆઈડીસી ખાતે આવેલ અને દવાનું ઉત્‍પાદન કરતી ફાર્માસ્‍યુટિકલ કંપનીઓના સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન ફાર્મા સીયુપી 2022 તરીકેનામધા અને કચીગામ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની મંગલમ ડ્રગ્‍સ ફાર્માસ્‍યુટિકલ કંપની ફાઈનલ વિજેતા સતત ત્રીજી વખત રહી છે.
સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં આવેલી ફાર્માસ્‍યુટિકલ કંપનીઓના કર્મચારીઓની દર વર્ષે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન ફાર્મા કપ તરીકે કરવામાં આવે છે જે અંતર્ગત ગતરોજ વાપી નજીકના નામધા અને કચીગામ પટેલ સ્‍ટેડિયમ ખાતે ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 18 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંતે ફાઈનલમાં સન ફાર્માસ્‍યુટિકલ કંપની દાદરા અને મંગલમ ડ્રગ્‍સ ફાર્મા વાપીની ટીમ પહોંચી હતી. જેમાં અંતે મંગલમ ડ્રગ્‍સ ફાર્મા કંપની વાપીનો વિજય થયો હતો. આ ટૂર્નામેન્‍ટમાં વિજેતા બનેલી ટીમે સતત ત્રીજા વર્ષે વિજેતા બની છે.
ટૂર્નામેન્‍ટનો શુભારંભ ચંડોર ગામના પૂર્વ સરપંચ અને વાપી તાલુકા ભાજપ સંગઠનના મંત્રીશ્રી રણજીતભાઈ રમણભાઈ પટેલ તેમજ મુકેશભાઈ પટેલ, ધીરુભાઈ કે ભંડારી, કેતન ભંડારી, મનોજભાઈ ભંડારી, રાકેશભાઈ ભંડારી, જીતેશભાઈ ભંડારીના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો. જ્‍યારે સમગ્ર ટૂર્નામેન્‍ટનું આયોજન મેડલી ફાર્માસ્‍યુટિકલના મયુર ભંડારી, નીરવ ભંડારી, સિમ્‍પલ બારીયા, અનિલ યાદવ, ભૂષણ પાટીલ દ્વારા કરવામાં આવ્‍યું હતું. અંતેફાઈનલ વિજેતા અને રનર્સઅપ ટીમ ને ટ્રોફી અને રોકડ ઈનામ આપવામાં આવ્‍યા હતા. સમગ્ર ટૂર્નામેન્‍ટ દરમિયાન બોલર તરીકે યશ ભંડારી, બેસ્‍ટ મેન તરીકે મોહિત કુમાર અને મેન ઓફ ધ સીરીઝ સન ફાર્માના મોહિત કુમાર રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

vartmanpravah

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

vartmanpravah

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિરુદ્ધ આપત્તીજનક શબ્‍દનો પ્રયોગ કરવા પર ખાનવેલ જિલ્લા ભાજપા દ્વારા અધિર રંજનનું પૂતળાદહન કરાયું

vartmanpravah

આજે સેલવાસના સાયલી સ્‍ટેડિયમમાં યુવા જોશનો સાક્ષાત્‍કારઃ 35 હજાર જેટલા પ્રતિભાશાળી ખેલાડીઓને મળશે સ્‍પોર્ટ્‍સ કિટ

vartmanpravah

કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસનો આવકારદાયક અભિગમ દાનહમાં મામલતદાર કચેરી દ્વારા આવકના દાખલા માટે વિવિધ સ્‍કૂલોમાં કેમ્‍પનું આયોજન

vartmanpravah

Leave a Comment