October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાના સફાઈ અભિયાનનો છેદ ઉડયો: જુનુ શાકમાર્કેટ ગટરના પાણીમાં તરબોળ

હાલમાં પાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે પરંતુ દિવા તળે અંધારુ એવો ઘાટ શાકભાજી માર્કેટમાં સર્જાયો છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી નગરપાલિકા દ્વારા હાલમાં રાષ્‍ટ્રિય સફાઈ અભિયાન કાર્યક્રમ હેઠળ સફાઈ અભિયાન શહેરમાં ચાલી રહ્યું છે પરંતુ આ અભિયાન છેદ ઉડાડતી ઘટના પ્રકાશમાં આવી છે. વાપી જુના શાકભાજી માર્કેટમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગટરનું ગંદુ પાણી ખુલ્લામાં વહી રહ્યું છે. જેની રજુઆત અને ફરિયાદ પાલિકામાં કરવામાં આવી હોવા છતાં પરિણામ શુન્‍ય રહ્યું છે.
વાપી નગરપાલિકા વિસ્‍તારમાં અત્‍યારે રાષ્‍ટ્રિય સફાઈ અભિયાન અંતર્ગત શહેરમાં સફાઈ અભિયાન ચલાવાઈ રહ્યું છે. રાબેતા મુજબ ફોટો શેશન થઈ રહ્યા છે. અભિયાન આગળ ધપી રહ્યું છે. પરંતુ આ અભિયાનનો સાથે સાથે છેદ પણ ઉડી રહ્યો છે. જુના શાકભાજી માર્કેટમાં છેલ્લા બે ત્રણ દિવસથી ગંદુ પાણી જાહેરમાં વહી રહ્યું છે. તેની સ્‍થાનિક વેપારીઓએ પાલિકામાં ફરિયાદ કરી જાણ પણ કરી છે. પરંતુ માર્કેટમાં ગટરનું પાણી યથાવત વહી રહ્યું છે. પરિણામે વેપારીઓઅને શાકભાજી લેવા આવતા લોકો પણ હાલમાં પારાવાર મુશ્‍કેલી વેટી રહ્યા છે. જોવુ એ રહેશે કે આ કામગીરી ક્‍યારે થાય છે.

Related posts

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

દમણના અરબી સમુદ્ર કિનારે અસ્‍તાંચળના સૂર્યને અર્ઘ્‍ય આપી છઠ્ઠ મહાપર્વનો ઉત્તર ભારતીયોએ કરેલો જયઘોષ

vartmanpravah

‘વિશ્વ હિન્‍દુ પરિષદ’ દ્વારા દાનહના દૂધની ગામના બે બાળકોને દત્તક લીધાં

vartmanpravah

ગણદેવી તાલુકાના ખારેલ હાઈવે પર કાર ચાલકને બચાવવા જતા કેમિકલ ભરેલ કન્‍ટેઈનર પલ્‍ટી ગયું

vartmanpravah

Leave a Comment