Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

પારડી હાઈવે હોટલમાં રાત્રે પાર્ક કરેલ કેમિકલ ભરેલ કન્‍ટેનરમાં આગ લાગી

પાણી મારવાથી આગ વધુ પ્રસરતી હતી તેથી વાપી નોટિફાઈડ ફાયરે ફોર્મનો મારો ચલાવી આગ બુઝાવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, પારડી, તા.19: પારડી ને.હા. ઉપર હોટલમાં રાત્રે પાર્ક કરેલ કન્‍ટેનરમાં મળસ્‍કે આગ ભભુકતા દોડધામ મચી જવા પામી હતી. કન્‍ટેનરમાં કેમિકલ પાવડરની બેગ ભરી વાપી જીઆઈડીસીમાં જવાનું હતું ત્‍યારે ઘટેલી ઘટના.
પ્રાપ્ત વિગતો મુજબ રાજસ્‍થાનથી કેમિકલ પાવડર બેગો ભરીને કન્‍ટેનર નં.આરજે 14 જીએન 1819 વાપી જીઆઈડીસી જવા નિકળ્‍યું હતું. રાત્રે પારડી હાઈવે હોટલ વિરામ સામે ચાલક કન્‍ટેનર પાર્ક કરી સુતો હતો. મળસ્‍કે અચાનક કન્‍ટેનરમાંથી ધુવાડા નિકળતા ગાર્ડ ચાલક અલીને જગાડયો હતો. તેમજ પારડી ફાયરને જાણ કરી હતી. પારડી ફાયર બ્રિગેડે પાણી મારવાનું શરૂ કરતાં આગ વધુ ફેલાવા લાગેલી તેથી નોટિફાઈડ ફાયરને જાણ કરાઈ હતી. નોટિફાઈડ ફાયર બ્રિગેડે ફોર્મનો મારો ચલાવી આગ પર કાબુ કરી લીધો હતો. રસ્‍તા પરનું કેમિકલ પોલીસે જે.સી.બી. વડે સાફ કરાવ્‍યું હતું.

Related posts

વલસાડથી ધરમપુર જતી એમ્‍બ્‍યુલન્‍સને સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનરે ટક્કર મારી

vartmanpravah

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ભારત માતાનું પૂજન અને શહીદ પરિવારોના સન્‍માનના કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

પાંચ વર્ષે પારડીથી અપહરણ થયેલ સગીરાને વેસ્‍ટ બંગાળથી શોધી લાવતી પારડી પોલીસ

vartmanpravah

સેલવાસમાં કેટલીક ઈલેક્‍ટ્રોનિક દુકાનોમાંથી સામાનની ખરીદીના દુકાનમાલિકોને ચેક આપીકરાયેલી છેતરપિંડી

vartmanpravah

Leave a Comment