November 3, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયતમાં યોજાયેલો ટીબી જાગરૂકતા કાર્યક્રમ પેટાઃ અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી પેટાઃ સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા. શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

  • અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટીદમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં આપેલી જાણકારી

  • સરપંચ મુકેશ ગોસાવીએ પોતાના ઘર અને આજુબાજુ ગંદકી નહી કરવા અને ખુલ્લામાં નહીં થુંકી ટીબીના રોગને ફેલાતો અટકાવવા સહયોગ આપવા કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણવાડા ગ્રામ પંચાયતમાં આજે વિશ્વ ટીબી દિવસના ઉપલક્ષમાં આરોગ્‍ય વિભાગની ટીમ સાથે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સરપંચ શ્રી મુકેશ ગોસાવી, અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકી, કોમ્‍યુનીટી હેલ્‍થ ઓફિસર શ્રીમતી કાજલબેન પટેલ તથા આરોગ્‍યકર્મીઓ અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે અર્બન પ્રાયમરી હેલ્‍થ સેન્‍ટર મોટી દમણના ઈન્‍ચાર્જ મેડિકલ ઓફિસર ડો. સુહાસ સોલંકીએ ટીબી દિવસનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે ટીબીનો રોગચાળો કેવી રીતે ફેલાય અને તેના નિયંત્રણ માટે કેવા પગલાં ભરવા જોઈએ તેની રસાળ શૈલીમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈપટેલના લોક કલ્‍યાણકારી અભિગમના કારણે આપણા પ્રદેશમાંથી ટીબીનો રોગચાળો નાબુદીની કગાર ઉપર ઉભો છે. તેમણે યાદ અપાવ્‍યું હતું કે, ગયા વર્ષે ટીબીના રોગને નિયંત્રણમાં રાખવા બદલ ભારત સરકાર દ્વારા દાદરા નગર હવેલી અને દમણ-દીવને વિવિધ શ્રેણીમાં ત્રણ એવોર્ડ મળ્‍યા હતા.
શ્રી મુકેશ ગોસાવીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, ટીબીનો રોગ ગરીબ-શ્રીમંતનો ભેદ નથી રાખતો. તેમણે સ્‍વચ્‍છતા જાળવવા અને ખુલ્લામાં નહીં થૂંકવા પણ ગ્રામજનોને સમજ આપી હતી. આ પ્રસંગે ટીબી નાબુદી માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને સમાપન સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

Related posts

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અમદાવાદથી કર્ણાટક જતી લક્‍ઝરી ખડકી પાસે બળીને ખાક

vartmanpravah

મલીયાધરામાં શ્રી ગણેશ મહોત્‍સવ દરમિયાન યુનિટી ગ્રુપ દ્વારા યોજાયેલા રક્‍તદાન કેમ્‍પમાં 82 યુનિટ રક્‍ત એકત્રિત કરાયું

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્‍પ રહેતા વાહન ચાલકો અને સ્‍થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્‍કેલીમાં

vartmanpravah

આજે દમણમાં ભવ્‍ય રામ શોભાયાત્રા નિકળશે

vartmanpravah

Leave a Comment