April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં ડેંગ્‍યુની ચપેટમાં આવેલા યુવકનું તેમના વતન રાજસ્‍થાનમાં થયેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03 : દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના તાવના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જેના કારણે પ્રદેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સેલવાસના પ્રમુખ ગાર્ડન સોસાયટીમાં રહેતા વિક્રમસિંહ રાજપુત જેઓ પોતે અને એમનો પરિવાર પણ ડેંગ્‍યુ તાવની ચપેટમાં આવી ગયા હતા. વિક્રમસિંહ રાજપુતની સારવાર સેલવાસની એક ખાનગી હોસ્‍પિટલમાં ચાલી રહી હતી. ત્‍યારબાદ તેમની તબિયતમાં સુધારો થતાં તેઓ તેમની પત્‍નીને સાથે લઈ એમના મુળ વતન રાજસ્‍થાનના રાજસમંદ જિલ્લાના અરણિયા ગામમાં એમની માતા રહે છે ત્‍યાં ગયા હતો જયાં વિક્રમસિંહ રાજપુતની તબિયત પાછી વધુ બગડતા શુક્રવારના રોજ મોડી રાત્રે એમનું નિધન થયું હતું.
મુળ રાજસ્‍થાનના અને ધંધાર્થે દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે રહેતા યુવાનના મોતના કારણે સંઘપ્રદેશના પ્રવાસી રાજસ્‍થાની સમાજના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે.

Related posts

દમણની સહેલગાહે આવેલા સુરતના પાંચ પૈકી ત્રણ પ્રવાસીઓ લાઈટ હાઉસ પાસે સમુદ્રમાં ડૂબ્‍યા

vartmanpravah

એસ.આઈ.એ.ની અર્ધવાર્ષિક સાધારણ સભા સંપન્ન

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

રૂા.૪.૧૮ કરોડના ખર્ચે નવનિર્મિત વલસાડ એસટી ડેપોનું વાહન વ્યવહાર મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લોકાર્પણ

vartmanpravah

Leave a Comment