October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સામરવરણી ખાતેની ખાનગી શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં મસાટ પંચાયત દ્વારા કલેક્‍ટરને આપવામાં આવેલું આવેદન પત્ર

આરોપીઓને ફાંસીની સજાની કરેલી માંગ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલીના મસાટ પંચાયત દ્વારા સામરવરણી ખાતેની એક ખાનગી શાળામાં બનેલ કલંકિત દુષ્‍કર્મની ઘટનાના વિરોધમાં કલેક્‍ટર અને એસ.પી.ને આવેદન પત્ર આપવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ સામરવરણીમાં આવેલ એક ખાનગી શાળા ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ અવર લેડી ઓફ હોપના સંચાલક અને એક શિક્ષકે અનુસુચિત જાતિની સગીર યુવતી પર કરેલા દુષ્‍કર્મ મામલે ગુરુ શિષ્‍યની પરંપરાને કલંકિત કરનાર શાળાના સંચાલક અને શિક્ષક વિરૂદ્ધ દરેક બાળકોના વાલીઓમાં રોષનું વાતાવરણ ફેલાયું છે. આજે અનુસુચિત જાતિની સગીર યુવતીનો જ પ્રશ્ન નથી પરંતુ દરેક વિદ્યાર્થીની દીકરીઓ માટે પણ છે. સામરવરણીમાં આવેલ ખાનગી શાળા અવર લેડી ઓફ હેલ્‍પ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં દુષ્‍કર્મ કરનાર શાળાના સંચાલક અને શિક્ષકને ફાંસીની સજા થવી જોઈએ, આ શાળામાં અભ્‍યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના ભવિષ્‍યને ધ્‍યાનમાં રાખી તેમના અભ્‍યાસ માટેની જરૂરી જોગવાઈ કરવા માટે પણ ગ્રામ પંચાયત મસાટ તરફથી વિનંતી કરી હોવાનું કલેક્‍ટરશ્રીને આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે.

Related posts

સેલવાસના ડોકમરડીમાં યુવાને ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા પંચાયત માર્કેટ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી

vartmanpravah

વાપીથી 36 કી.મી. દૂર તલાસરી સરહદે ભૂકંપના આફટર શોક આંચકા : લોકોમાં ગભરાટ

vartmanpravah

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

Leave a Comment