Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

  • દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલે સ્‍પોર્ટ્‌સ વિભાગના સહયોગથી કરેલી પહેલ

  • દમણ જિલ્લાની પ્રત્‍યેક ગ્રામ પંચાયતોમાં વોર્ડ – ફળિયા દીઠ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, વોલીબોલ, લાંબી દોડ અને રસ્‍સાખેંચની સ્‍પર્ધાનું થનારૂ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણ જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્‍પોર્ટ્‍સના સંયુક્‍ત ઉપક્રમે અગામી એપ્રિલ મહિનાના ત્રીજા અથવા ચોથા સપ્તાહ દરમિયાન આયોજીત થનારા દમણ જિલ્લા ખેલ મહોત્‍સવની જાણકારી આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ગ્રામ પંચાયતના સરપંચો અને સેક્રેટરીઓને આપી હતી. આ કાર્યક્રમમાં દમણ જિલ્લાના સહાયક શારિરીક શિક્ષણ અધિકારી(એ.પી.ઈ.ઓ.) શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી અક્ષય કોટલવાડ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીતથનારા જિલ્લા ખેલ મહોત્‍સવને સફળ બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે સરપંચોને મુખ્‍ય ભૂમિકા ભજવવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્‍પોર્ટ્‍સ દ્વારા આયોજીત થનારી ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ, વોલીબોલ, લાંબી દોડ અને રસ્‍સાખેંચની સ્‍પર્ધાનું આયોજન કરાયું છે. આ તમામ રમતો પહેલા પંચાયત સ્‍તરે યોજાશે અને ત્‍યારબાદ જિલ્લા સ્‍તરે સ્‍પર્ધાનું આયોજન કરાશે.
ગ્રામ પંચાયતોમાં પોતાના વોર્ડ અથવા ફળીયા પ્રમાણે યોજાનારા ખેલ મહોત્‍સવમાં પ્રત્‍યેક પંચાયતના વોર્ડ પ્રમાણે આઠ અથવા દસ ટીમોના સમાવેશની મંજુરી આપવામાં આવી છે. જિલ્લા પંચાયત અને હેડ ઓફ સ્‍પોર્ટસ દ્વારા ભાગ લેનારા ખેલાડીઓને ગણવેશ, ટૂર્નામેન્‍ટની ટ્રોફી, ઈનામ, સર્ટીફિકેટ તથા નાસ્‍તાની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકાર અને સ્‍થાનિક પ્રશાસન દ્વારા સ્‍થાનિક રમતોને ઉત્તેજન આપી ગ્રામીણ વિસ્‍તારની ખેલ પ્રતિભાઓને યોગ્‍ય મંચ પ્રદાન કરવા માટે અનેક પગલાંઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેના પરિણામ સ્‍વરૂપ વૈશ્વિક મંચ ઉપર ભારતની ખેલ પ્રતિભાઓ પોતાની હિર બતાવી રહી છે.
અત્રેનોંધનીય છે કે, કોરોના કાળના બે વર્ષ બાદ પહેલી વખત ખેલ મહોત્‍સવના થઈ રહેલા આયોજનથી ગ્રામ્‍ય વિસ્‍તારના યુવાનોમાં પણ ઉત્‍સાહ અને આનંદનું વાતાવરણ દેખાય રહ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત એ.પી.ઈ.ઓ. શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી અક્ષય કોટલવાડે રમતોના નીતિ-નિયમો તેમજ જરૂરી વ્‍યવસ્‍થાની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણ જિલ્લાની ગ્રામ પંચાયતના સરપંચો અને સેક્રેટરીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને સરપંચો તથા સેક્રેટરીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને જિલ્લા પંચાયતની પહેલનું સ્‍વાગત કર્યુ હતું.

Related posts

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મોટી દમણની બેંક ઓફ બરોડામાં આઈકોનિક વીકની કરાયેલી ઉજવણીઃ બેંકના લોકાભિમુખ વહીવટની બતાવેલી ઝાંખી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ વન વિભાગ દ્વારા દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં 105 જેટલા ફણસનાવૃક્ષોનું કરેલું રોપણ

vartmanpravah

વલસાડના છીપવાડમાં શ્રી કૃષ્‍ણ પ્રણામી જૂના મંદિર ખાતે 10મી માર્ચે આયુષ મેળો યોજાશે

vartmanpravah

અધ્‍યક્ષ સત્‍યેન્‍દ્ર કુમાર અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ની નવી ટીમે તાજેતરમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડી વિસ્‍તારમાં બિન્‍દાસ ફરી રહ્યા છે ચેઈન સ્‍નેચિંગરો

vartmanpravah

આખરે… સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનું ખાનગીકરણ હવે હાથવેંતમાં : ઉદ્યોગો પલાયન થવાની આશંકા

vartmanpravah

Leave a Comment