આજે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દાનહના સેલવાસ ખાતે રૂા.75 કરોડના ખર્ચે નિર્મિત સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કરશે
સાયલી ખાતે નમો મેડિકલ ઈન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરની મુલાકાત સાથે એમબીબીએસના વિદ્યાર્થીઓ સાથે ગુફતેગુ પણ કરશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ મુલાકાતના બીજા દિવસે બુધવારે સાયલી ખાતે આવેલ નમો મેડિકલ ઈન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરની મુલાકાત લઈ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. તેઓ આવતી કાલે સેલવાસ ઝંડા ચોક ખાતે રૂા.75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરનું લોકાર્પણ કરશે અને રૂા.3 કરોડના ખર્ચે ઓવરબ્રિજનીચે બનાવવામાં આવેલ ગેમિંગ ઝોનના બીજા ફેઝનું લોકાર્પણ કરશે.
સેલવાસ ઝંડાચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા મંદિરના લોકાર્પણ બાદ એક જાહેર કાર્યક્રમમાં પ્રદેશના પ્રબુદ્ધ નાગરિકોને પણ સંબોધશે.