December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નવીનભાઈ પટેલે એક મહિનો પૂર્ણ કરતા મરવડના યુવાનોએ કરેલું સ્‍વાગત અને અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલે એક મહિનો પૂર્ણ કરતા મરવડ વિસ્‍તારના યુવાનોએ તેમનું સ્‍વાગત કરી શુભેચ્‍છા પાઠવી હતી.
શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલે સંઘપ્રદેશ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક મહિનો પૂર્ણ કર્યો છે. શ્રી નવિનભાઈ પટેલે છેલ્લા એક મહિનામાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિદેર્શો અને માર્ગદર્શનમાં સંઘપ્રદેશ દમણ જિલ્લાના પ્રત્‍યેક ક્ષેત્રમાં પ્રગતિ, ગરીબ કલ્‍યાણની યોજનાઓ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને લઈ અંત્‍યોદય (છેવાડાના વ્‍યક્‍તિનો ઉદય) ની તરફ પોતાના પગલા ભરી રહ્યા છે.
છેલ્લા એક મહિનામાં શ્રી નવિનભાઈ પટેલે સતત લોકોને મળીને જિલ્લાની દરેક વ્‍યક્‍તિના વિકાસ માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પ્રત્‍યેક યોજનાઓની માહિતી આપી આ યોજનાનો લાભ પ્રત્‍યેક વ્‍યક્‍તિને કેવી રીતે મળે તે માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.
આજે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે એક મહિનો પૂર્ણ થવા પર મરવડ વિસ્‍તારના યુવાનોએતેમનું સ્‍વાગત કરી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ ધરમપુર અને વલસાડ ખાતે ગણેશોત્‍સવના ગણેશ પંડાલોમાં ભગવાન શ્રી ગણેશના પૂજન-અર્ચન કરી ધન્‍યતા અનુભવી

vartmanpravah

વાપી સલવાવમાં 4 ફેબ્રુઆરીએ લોક ગાયક ગીતા રબારીનો ભવ્‍ય લોક ડાયરો યોજાશે

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

vartmanpravah

બેખોફ ગૌતસ્‍કરો ફરી ત્રાટક્‍યા : વાપી ગુંજન રેમન્‍ડ સર્કલ પાસે મળસ્‍કે કારમાં ગૌમાતાને ઊંચકી ભરતા નજરાયા

vartmanpravah

વાપીમાં પાણી અધિકારીના સ્‍વાંગમાં મિનરલ વોટર ઉત્‍પાદકોને ત્‍યાં ચેકીંગ કરતા ગઠિયા

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઈન્‍ટર કોલેજ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment