September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં એક જ રાતમાં પાંચ દુકાનોના શટર તૂટયા : તસ્‍કરોનો હાથ ફેરો ફોગટ ગયો

પાંચ દુકાનોના ઘટર તોડયા બાદ એકમાત્ર સલૂનમાંથી રોકડા રૂા.800 મળ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી રેલવે ગરનાળા પાસે આવેલ કોમ્‍પલેક્ષમાં બુધવારે મધરાતે તસ્‍કરોત્રાટક્‍યા હતા. પાંચ વિવિધ દુકાનોના તાળા-શટર તોડયા હતા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક જ રાતમાં સાગમટે પાંચ દુકાનોના તાળા તૂટતા ચકચાર મચી ગઈ હતી.
વાપી જુના ગરનાળા સામે આવેલ રામેશ્વર પાર્ક અને અમીધારા સોસાયટીમાં આવેલ વિવિધ દુકાનો પૈકી પાંચ દુકાનોના તાળા તૂટયા હતા. તસ્‍કરોએ માય સ્‍ટાઈલ હેર સલૂન, પટવારી ઓટોમોબાઈલ, સાંઈ જનરલ સ્‍ટોર્સ, પરફેક્‍ટ ઓટો ગેરેજ અને વોશીંગ મશીન રીપેરની પાંચ દુકાનોને ટારગેટ કરી હતી. તસ્‍કરોનો ફેરો ફોગટ ગયો હતો. જો કે હેર કટીંગ સલૂનમાં રોકડા રૂા.800 મળ્‍યા હતા. રાત્રે ચોરીની ઘટનાની જાણ થતા દુકાન માલિકો દોડી આવ્‍યા હતા. ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્‍યા હતા તેમાં તસ્‍કરોની હિલચાલ કેદ થયેલી તે આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કારધામ ડે બોર્ડિંગ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓનું હર્ષોલ્લાસ અને ઉત્‍સાહભેર કરાયેલું સ્‍વાગત

vartmanpravah

ઈન્‍સ્‍ટીટયુટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્‍ડીયાની પરિક્ષામાં વાપીનો યુવાન દેશમાં 11મો અને વાપીમાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન બે ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

અતુલ ખાતે ટેમ્‍પાનું ટાયર ફાટતાં સામેના ટ્રેક પર જઈ બ્રિજ પર લટક્‍યો: સામેના ટ્રેક પર ઘસી જઈ બે કાર અને એક ટેમ્‍પાને અડફટે લીધા

vartmanpravah

Leave a Comment