October 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતવલસાડ

વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં ગાંધીનગરમાં રિવર લિંક પ્રોજેક્ટ વિરોધમાં આદિવાસીઓઍ કરેલો સત્યાગ્રહ: વિધાનસભા ઘેરવાનો કરેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25
અંબિકા, તાપી અને નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટની કેન્‍દ્ર સરકાર દ્વારા બજેટમાં જાહેરાત કરાઈ ત્‍યારે પછી આ મુદ્દો આદિવાસી પૂર્વ પટ્ટી વિસ્‍તારોમાં આંદોલનનું સ્‍વરૂપ પકડી લીધુ છે. ધરમપુર-આહવા, નાનાપોંઢામાં આદિવાસીની રેલીઓ યોજાયા બાદ આજે ગાંધીનગરમાં સત્‍યાગ્રહ છાવણી વિસ્‍તારમાં હજારો આદિવાસીઓ રિવલ લિંક પ્રોજેક્‍ટના વિરોધમાં ઘોડાપુર ઉમટયું હતું.
રિવર લિંક પ્રોજેક્‍ટનો આખો મુદ્દો વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલએ ઊંચકી લીધો છે. પ્રદેશ કોંગ્રેસનું પીઠબળ મળી રહ્યું છે તેથી રાજ્‍ય સ્‍તરે વિરોધ કરવા માટે આજેગાંધીનગરના સત્‍યાગ્રહ છાવણી વિસ્‍તારમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. તેમજ વિધાનસભા ઘેરાવનો પ્રયાસ હાથ ધર્યો હતો. તો બીજી તરફ આ પ્રોજેક્‍ટમાં કોઈપણ આદિવાસી ખેડૂતો કે ગામની એક પણ ઈંચ જમીન ડૂબાણ કે સંપાદનમાં જવાની નથી તેવી બાહેંધરી ભાજપના મંત્રી-પ્રમુખ અને સરકાર તરફથી અપાઈ ચૂકી છે પરંતુ આગામી સમયે ગુજરાતમાં ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસએ રિવર લિંક પ્રોજેક્‍ટનો મુદ્દો રાજકીય હથિયાર બનાવીને આદિવાસીઓને ગુમરાહ કરવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું ભાજપ વર્ણવી રહેલ છે.

Related posts

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah

અરનાલા ગ્રામ પંચાયતનું બજેટના મંજૂર થયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાકક્ષાએ જંત્રી રિવિઝન અંગે સર્વેની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ

vartmanpravah

દીવના સસ્‍પેન્‍ડેડ પીઆઈ પંકેશ ટંડેલની મુશ્‍કેલીમાં ઓર વધારો : મોટી દમણ પોલીસ સ્‍ટેશનમાં એફઆઈઆર નોંધાઈ

vartmanpravah

વાપી-દમણમાં મોબાઈલ સ્‍નેચીંગ કરતો રીઢો આરોપી જીઆઈડીસી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment