October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

રાજસ્‍થાનમાં દલિત બાળકની પાણી પીવાના મુદ્દે થયેલી હત્‍યાના વિરોધમાં દમણ-દીવ અનુ.જાતિ/જનજાતિ વિચાર મંચ દ્વારા યોજાયેલી વિશાળ મૌન રેલીઃ સમાજના આગેવાનો દ્વારા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને સુપ્રત કરેલું આવેદનપત્ર

દમણમાં લાંબા સમય બાદ અનુ.જાતિ અને જનજાતિએ સંયુક્‍ત રીતે એક મંચ ઉપર આવી બતાવેલી પોતાની એકતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22: આજે દમણ-દીવ અનુ.જાતિ અને જનજાતિ વિચાર મંચના નેજા હેઠળ મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડ કલેક્‍ટરાલય સુધી રાજસ્‍થાનમાં એક દલિત બાળકની પીવાના પાણીના મુદ્દે શાળાના હેડ માસ્‍તર દ્વારા કરાયેલી હત્‍યાના વિરોધમાં વિશાળ મૌન રેલી નિકળી હતી. જેમાં દમણના વિવિધ આદિવાસી સમાજ અને દલિત સમાજે ભાગ લીધો હતો.
પ્રારંભમાં દમણ જિલ્લા આદિવાસી સમાજના શ્રી ભાવિક હળપતિએ આજની રેલી યોજવા પાછળનો હેતુ સમજાવ્‍યો હતો. તેમણે સમાજમાં હજુ પણ ચાલી રહેલી છૂતાછૂતની ભાવના બદલ ખેદ વ્‍યક્‍ત કર્યો હતો. દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, આઝાદીના 75 વર્ષ પુરા થવા છતાં પણ લોકોની માનસિકતા નહીં બદલાઈ તે ચિંતાનો વિષય છે. આ પ્રકારની રીતરસમો ચાલુ રહેશે તો સમાજમાં સમરસતા આવતા વર્ષો નિકળી જશે એવી લાગણી વ્‍યક્‍ત કરી હતી. તેમણે ભવિષ્‍યમાં આ પ્રકારની ઘટના નહીં બને તેમાટે ભારત સરકારને તકેદારી રાખવા પણ વિનંતી કરી હતી.
કલેક્‍ટરાલયમાં રેલી પહોંચી જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવને ભારતના રાષ્‍ટ્રપતિને પહોંચાડવા માટે આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
આ વિશાળ રેલીમાં આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડી, હળપતિ સમાજના અધ્‍યક્ષ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના પ્રમુખ શ્રી અનિલભાઈ દમણિયા, ભામટી પ્રગતિ મંડળના શ્રી કિશોરભાઈ દમણિયા, દમણ જિલ્લા પંચાયતના કચીગામ વિભાગના સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, દમણ જિ.પં.ની આટિયાવાડ બેઠકના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, દમણ ન.પા.ના કાઉન્‍સિલર શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, વારલી સમાજના પ્રમુખ શ્રી રવુભાઈ વારલી, શ્રી સોમાભાઈ હળપતિ, શ્રી મણિલાલભાઈ હળપતિ, પરિયારી ગ્રામ પંચાયતના કાર્યવાહક સરપંચ શ્રી સંતોષભાઈ હળપતિ, માહ્યાવંશી સમાજના પૂર્વ પ્રમુખો શ્રી મહેશભાઈ આગરિયા, શ્રી રિતેશ (પીકિન) કોન્‍ટ્રાક્‍ટર, શ્રી વિક્રમ હળપતિ, પરિયારી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રીમતી ચંચળબેન શાંતિલાલ હળપતિ, શ્રી સંતોષ કારલેકર, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી નગીનભાઈ કબિરિયા, શ્રી જીજ્ઞેશભાઈ માહ્યાવંશી, શ્રી અમ્રતભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં અનુ.જાતિ અને જનજાતિ સમુદાયના સભ્‍યો જોડાયા હતા.

Related posts

બિનજરૂરી લીલાપોર-સરોણ રેલવે ઓવરબ્રિજનું કામ શરૂ થતા ખેરગામ પ્રદેશનું સ્‍વપ્‍ન રોળાયું : ત્રણ કિલોમીટરમાં બીજો રેલ ઓવરબ્રિજ!

vartmanpravah

ચીખલીમાં ‘સ્‍વચ્‍છ નવસારી જવાબદારી અમારી’ અંતર્ગત સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ

vartmanpravah

દમણ અને દીવના નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલે આડેધડ કરાયેલા વિકાસના કામોના કારણે પ્રજા પરેશાન થઈ રહી હોવાનો પ્રશાસન સમક્ષ લગાવેલો આરોપ

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

Leave a Comment