September 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27
ભારતીય યુવા ખેલ પરિષદ દ્વારા રાજસ્‍થાન, જયપુર ખાતે કરાટે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના 5 વિદ્યાર્થી અને 5 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. કરાટેની કાતા અને કુમિતે 2 પ્રકારની હરીફાઈમાં વિદ્યાર્થીઓએ ગોલ્‍ડ, સિલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલો પ્રાપ્ત કર્યા.જેમાં મંથન માલી (1 ગોલ્‍ડ, 1 સિલ્‍વર), અભિષેક ગુપ્તા (1 ગોલ્‍ડ, 1 સિલ્‍વર), વેદાંત ભાનુશાલી (1 સિલ્‍વર, 1 ગોલ્‍ડ), જન્‍મય છાભડીયા (1 સિલ્‍વર, 1 બ્રોન્‍ઝ), સૌરભ મેહતા (2 સિલ્‍વર), લિઝા બુટાની (1 ગોલ્‍ડ, 1 સિલ્‍વર), જૈની દેસાઈ (1 સિલ્‍વર, 1 સિલ્‍વર), સિયા ડોડીયા (1 ગોલ્‍ડ, 1 સિલ્‍વર), લાવન્‍યા તિવારી (2 બ્રોન્‍ઝ), ખુશ્‍બુ ગોદારા (1 સિલ્‍વર, 1 બ્રોન્‍ઝ) મેડલો મેળવ્‍યાં હતા. બધાં જ વિદ્યાર્થીઓની સફળતા બદલ શાળાને ટ્રોફી આપવામાં આવી હતી. તમામ સ્‍પર્ધકોને પીટી શિક્ષક ઉદય ચાવડા દ્વારા તાલીમ આપવામાં આવી હતી અને તાલીમ આપવા બદલ તેમણે 1 ટ્રોફી પ્રાપ્ત કરી હતી.
વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી કપિલ સ્‍વામીજી, ડાયરેક્‍ટ હિતેન ઉપાધ્‍યાય, એકેડમિક ડાયરેક્‍ટ ડૉ.શૈલેષ લુહાર, આચર્યા મીનલબેન દેસાઈ, ટીમ મેનેજર જાગૃતિ પટેલ તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

ધરમપુર-બામટી સહિત વિવિધ કેરી માર્કેટમાં કેરીની બમ્‍પર આવકથી ભાવો ઘટયા

vartmanpravah

ગુજરાતના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્ર પટેલે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

vartmanpravah

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

વલસાડ તિથલ બીચ ઉપર અજાણ્‍યા વૃધ્‍ધે આપઘાતની કોશિષ કરી

vartmanpravah

Leave a Comment