June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

બાગાયતી યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતો તા.30મી એપ્રિલ સુધી ઓન લાઈન અરજી કરી શકશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: બાગાયતી ખેતી કરતા ખેડૂતો વર્ષ 2022-23માં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો માટે i-khedut પોર્ટલ ઉપર તા.30/04/2022 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. આ યોજનાઓનો લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in વેબસાઇટ ઉપર પોતાના ગામના ઇ-ગ્રામ સેન્‍ટર કે કોઇ ખાનગી ઇન્‍ટરનેટ ઉપરથી અથવા બાગાયત અધિકારીની કચેરી, વલસાડ ખાતે સવારના 11.00 કલાકથી સાંજના 5.00 કલાક દરમિયાન 7/12, 8-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને નેશનલાઇઝ બેંક ખાતાની વિગત સાથે લઈ જઈ સંબંધિત ઘટકમાં સમયસર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્‍ટ જરૂરી સાધનિક કાગળો સાથે દશ દિવસમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પહેલો, જિલ્લા સેવા સદન -1, પહેલો માળ, ધરમપુર રોડ, વલસાડ-396001 ખાતે અચૂક જમા કરાવવાના રહેશે. આ અંગે વધુ જાણકારી માટે બાગાયત ખાતાની કચેરીના ફોન નંબર 02632-243183 ઉપર સંપર્ક સાધી શકાશે.
ખેડૂતો બાગાયતી યોજનાઓના ઘટકો જેવા કે વેલાવાળા શાકભાજીના મંડપ, હાઈબ્રીડ બિયારણ, સરગવાની ખેતીમાં સહાય, હાઈટેકનર્સરી, ફળપાક પ્‍લાન્‍ટિંગ મટીરીયલ, વોટર સોલ્‍યુબલ ખાતર, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિના મુલ્‍યે છત્રી/શેડ કવર આપવાની યોજના, પાવર ટીલર (8 બી.એચ.પી. થી વધુ), ફૂલોની ખેતીમાં સહાય, બાગાયતી પેદાશોના પેકિંગ મટીરીયલ્‍સ ખરીદીમાં સહાય, પ્‍લાસ્‍ટીક ક્રેટસ, ટ્રેકટર 20 પી.ટી.ઓ. એચ.પી. સુધી) ખરીદીમાં સહાય, ઘનિષ્ટ ખેતીથી ફળપાક વાવેતર, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા બનાવવા, સ્‍વયં સંચાલિત બાગાયત મશીનરી ખરીદીમાં સહાય, રાઈપનિંગ ચેમ્‍બર યુનીટ, રેફ્રીજરેટેડ ટ્રાન્‍સપોર્ટ વ્‍હીકલ, બાગાયતી પાકના પ્રોસેિંસગ યુનીટ બનાવવામાં સહાય, મધમાખી સમૂહ (કોલોની) જેવા વિવિધ ઘટકો માટે અરજી કરી શકશે, એમ નાયબ બાગાયત નિયામક, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

વાપીની 4 વિદ્યાર્થીની સ્‍કૂલ જવાના બહાને દિલ્‍હી જવા ઘરથી નિકળી ગઈ : વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્‍સો

vartmanpravah

વાપી વી.આઈ.એ.ની 52મી એ.જી.એમ. યોજાઈ: વર્ષ 2023 થી 2026 ની ટર્મ માટે પ્રમુખ તરીકે સતિષભાઈ પટેલની વરણી

vartmanpravah

ચીખલી સમરોલી સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દસ વર્ષ પૂર્ણ થતા હરિભક્તો દ્વારા દિવ્યતા અને ભવ્યતા સાથે કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યૂથ ગેમ્‍સ-2024’માં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના બોક્‍સર સુમિતે જીત્‍યો કાંસ્‍ય પદક

vartmanpravah

Leave a Comment