Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા દાનહ અને દમણ-દીવના પોલીસકર્મીઓ માટે બે દિવસીય તાલીમ શિબિર યોજાઈ

  • સમાજ કલ્‍યાણ વિભાગ સચિવ ભાનુ પ્રભાના માર્ગદર્શન અને દિશાનિર્દેશમાં જુવેનાઈલ જસ્‍ટીસ (કેર એન્‍ડ પ્રોટેક્‍શન) સુધારો અધિનિયમ, નિયમો અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (પોક્‍સો) સુધારો અધિનિયમ, 2019 પર દાનહ તથા દમણના પોલીસકર્મીઓ માટે બે દિવસીય પ્રશિક્ષણ કરાયેલું આયોજન
  • બાળકો દેશનું ભવિષ્‍ય છે, તેઓ દેશના વિકાસને વેગ આપે છે તેથી બાળકોને સાચા માર્ગ પર લાવવાની જવાબદારી આપણા સૌની છે : પોલીસ અધિક્ષક અમિત શર્મા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30
સમાજ કલ્‍યાણ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા પોલીસ વિભાગ દાદરા નગર હવેલી તથા દમણ-દીવના પોલીસકર્મીઓ માટે બે દિવસીય તાલીમ શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળ સુરક્ષા સમિતિ દાદરા અને નગર હવેલી અને દમણ-દીવ દ્વારા સમાજ કલ્‍યાણ વિભાગ સચિવ શ્રીમતી ભાનુ પ્રભાના માર્ગદર્શન અને દિશાનિર્દેશમાં જુવેનાઈલ જસ્‍ટીસ (કેર એન્‍ડ પ્રોટેક્‍શન) સુધારો અધિનિયમ, નિયમો અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (પોક્‍સો) સુધારો અધિનિયમ, 2019 પર દાદરા નગર હવેલી તથા દમણના પોલીસકર્મીઓ માટે બે દિવસીયપ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
તા.28.03.2022 ના રોજ દાદરા અને નગર હવેલીના પોલીસ કર્મચારીઓ માટે એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં દાદરા નગર હવેલીના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામી અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે દાદરા અને નગર હવેલીના પોલીસ અધિક્ષક શ્રી હરેશ્વર સ્‍વામીએ ઉપસ્‍થિત તમામ પોલીસ કર્મચારીઓને જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ સાથે સંકલનમાં રહીને કામ કરવા જણાવ્‍યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે,બાળકોની સુરક્ષા એ આપણા બધાની સામૂહિક અને નૈતિક જવાબદારી છે અને આપણે આપણી ભૂમિકા સારી રીતે ભજવવાની છે. તેમણે પ્રદેશને નશામુક્‍ત બનાવવા પણ હાકલ કરી હતી.
આ સંદર્ભમાં એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈને વિભાગની પ્રશંસા કરતા જણાવ્‍યું હતું કે, તાલીમ કાર્યક્રમો સમયાંતરે યોજાવા જોઈએ અને બાળકોને લગતી નવીનતમ માહિતી યોગ્‍ય રીતે સમજવી જોઈએ જેથી આપણે બધા બાળકોના શ્રેષ્ઠ હિત માટે સાથે મળીને કામ કરી શકીએ. જેના તર્જ પર તા.29.03.2022 ના રોજ દમણ પોલીસકર્મીઓ માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્મા અને સમાજ કલ્‍યાણવિભાગના નિયામક શ્રી જતીન ગોયલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ અવસરે સમાજ કલ્‍યાણ વિભાગના નિયામક શ્રી જતીન ગોયલે જણાવ્‍યું હતું કે, બાળકોની સુરક્ષાએ આપણા સૌની સંયુક્‍ત નૈતિક જવાબદારી છે. તેમણે જણાવ્‍યું હતું કે, બાળકોની સુરક્ષા માટે કાર્યરત પોલીસ વિભાગ, બાળ સુરક્ષા સમિતિ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, રાજ્‍ય દત્તક સંસાધન એજન્‍સી, બાળ કલ્‍યાણ સમિતિ, જુવેનાઇલ જસ્‍ટિસ બોર્ડ, ચિલ્‍ડ્રન હોમ વગેરે પાસે કામ કરવા માટેનું માળખું છે, જેનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે બાળકોનું સર્વશ્રેષ્ઠ હિતને ધ્‍યાનમાં રાખીને તેમને લગતા કાયદાઓનો અસરકારક રીતે અમલ કરવો પડશે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, બાળ વિકાસ, બાળ સંરક્ષણ અને કિશોર પ્રણાલીનું માળખું નવું નથી. બાળકોની સલામતી અને કલ્‍યાણને લગતી યોજનાઓને સુલભ બનાવી શકાય તે માટે જરૂરી સુધારાઓ કરીને તેનો યોગ્‍ય રીતે અમલમાં લાવી લોકો સુધી પહોંચાડવાનો છે.
આ સંદર્ભમાં દમણ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક શ્રી અમિત શર્માએ જણાવ્‍યું હતું કે, બાળકો દેશનું ભવિષ્‍ય છે અને સૌથી અગત્‍યની બાબત એ છે કે તેઓ દેશના વિકાસને વેગ આપે છે. તેથી આ બાળકોને સાચા માર્ગ પર લાવવાની જવાબદારી આપણા સૌની છે જેથી આ બાળકો સાચી દિશામાં આગળ વધી શકે અનેતેમનું ભવિષ્‍ય ઉજ્જવળ બનાવી શકે.
આ વર્કશોપમાં રિસોર્સ પર્સન ચાઈલ્‍ડ પ્રોટેક્‍શન કમિટી-ગુજરાતના પૂર્વ પ્રોગ્રામ મેનેજર શ્રી ઈન્‍દ્રજીત ચૌહાણે જુવેનાઈલ જસ્‍ટિસ (કેર એન્‍ડ પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન) એક્‍ટ, 2015, પ્રોટેક્‍શન અગેન્‍સ્‍ટ ચાઈલ્‍ડ સેક્‍સ્‍યુઅલ એબ્‍યુઝ એમેન્‍ડમેન્‍ટ એક્‍ટ 2019, ટ્રેક ધ મિસિંગ ચાઈલ્‍ડ વેબ પોર્ટલ વિશે વિગતવાર માહિતી આપી હતી. ઉપરાંત, તેમણે બાળ સુરક્ષાને લગતા હિતધારકો જેમ કે જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ કલ્‍યાણ સમિતિ, જુવેનાઇલ જસ્‍ટિસ બોર્ડ, ચાઇલ્‍ડ લાઇન અને સ્‍પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટમાં તેમની ભૂમિકાઓ અને જવાબદારીઓ સાથે સંકલનમાં રહીને કામ કરવા અંગે ચોક્કસ માહિતી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા દાદરા અને નગર હવેલી અને દમણના પોલીસ કર્મચારીઓ, બાળ સુરક્ષા સમિતિની ટીમ, બાળ કલ્‍યાણ સમિતિના સભ્‍યો, જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમ અને તોહાલય ચિલ્‍ડ્રન હોમની ટીમનો સંપૂર્ણ અને સક્રિય સહયોગ રહ્યો હતો.

Related posts

લીલાછમ સૌંદર્ય વાતાવરણમાં રાષ્‍ટ્રીય પક્ષી મોર પ્રિયતમા ઢેલને આકર્ષવા કળા કરી થનગનાટ કરતો કેમેરામાં કેદ થયો

vartmanpravah

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

દાનહમાં એક ઇંચથી વધુ વરસ્‍યો વરસાદ

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

વાપી નગપાલિકાનાં ચીફ ઓફિસર અને પ્રમુખે લીધેલી સ્‍પોર્ટ્‍સ ક્‍લબ ઓફ વાપીની મુલાકાત

vartmanpravah

Leave a Comment