April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘કુપોષણ મુક્‍ત ભારત અભિયાન’ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશને કુપોષણ મુક્‍ત પ્રદેશ બનાવવાના નિર્ધાર મુજબ નોડલ ઓફિસર અને સેલવાસના મામલતદાર શ્રી સાગર ઠક્કર તથા દ્વારા રાંધા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, જિલ્લા પંચાયતના સભ્‍ય અને પદાધિકારીઓ, શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તા અને આરોગ્‍ય વિભાગના કર્મીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ભારત દેશ સાથે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીને પણ કુપોષણ મુક્‍ત બનાવવાના અભિયાન હેઠળ રાંધા ગ્રામ પંચાયત ખાતે આયોજીત બેઠકમાં રાંધા પંચાયત અંતર્ગત નાના રાંધા, મોટા રાંધા, બોન્‍તા અને મોરખલ ગામની 21 આંગણવાડીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓનેકુપોષણથી મુક્‍ત કરવા માટે જનજાગૃતિ ફેલાવવાની રણનીતિ ઉપર ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી અને જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્‍યા હતા. આ બેઠકમાં દરેક સહભાગીઓએ ઉત્‍સાહથી ભાગ લીધો હતો. બેઠકમાં ઉપસ્‍થિત શિક્ષકોને દરેક અઠવાડીયે કુપોષણથી પીડિત બાળકોના કુટુંબીજનો સાથે મુલાકાત કરી તેમના બાળકોના આરોગ્‍ય સંબંધી જાણકારી એકત્ર કરવા અને તેમને જાગૃત કરવા માટે પ્રતિબદ્ધ કરવામાં આવ્‍યા હતા.

Related posts

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં વરસાદ વરસ્‍યો : ગરમીમાં ઠંડીનો અહેસાસ

vartmanpravah

સંઘપ્રદેશમાંપી.એમ. વિશ્વકર્મા યોજનાનો પ્રશાસકશ્રીએ કરાવેલો આરંભ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. થર્ડફેઝમાં વાઈપર બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ

vartmanpravah

વર્ષોની પરંપરા જાળવી રાખી ફરી એક વખત પારડી વકીલ મંડળના પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની બિનહરીફ વરણી

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે દસેક ફૂટ લાંબો અજગર રેસ્‍કુય કરાયો

vartmanpravah

Leave a Comment