January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

શાકભાજી લેવા ગયેલ કોટલાવ પ્રાથમિક શાળાના રીપેરીંગનું કામ કરતા વૃદ્ધને ઈજા થતાં સારવાર હેઠળ

રીક્ષા ચાલકે સારવારનો ખર્ચ આપવાનું કહી ફરી જતા પાંચ દિવસ બાદ નોંધાવી ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડીના કોટલાવ ખાતે આવેલ પ્રાથમિક શાળા બનાવવાનો કોન્‍ટ્રાક્‍ટ દાહોદખાતે રહેતા રમેશભાઈ વેરિયાભાઈ ભાંભરએ રાખ્‍યો હોય હાલમાં તેઓ અહી પ્રાથમિક શાળા કોટલાવ ખાતે જ રોકાઈને શાળાનું કામકાજ કરી રહ્યા છે.
તારીખ 10.2.2024 ના રોજ શાળા બનાવવાના કામકાજમાં મજુર તરીકે કામ કરતા અને કોન્‍ટ્રાકટરના કાકા કેશાભાઈ છનુંભાઈ ભાંભર કોટલાવથી શાકભાજી લેવા પારડી જઈ શાકભાજી લઈ પારડી ચાર રસ્‍તાથી નરેશભાઈ બાબુભાઈ કો.પટેલની પિયાગો રીક્ષા નંબર જીજે 15 વાયવાય 7417 માં બેસી પરત કોટલાવ આવી રહ્યો હતો. આ દરમ્‍યાન પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈ કો.પટેલનાઓએ પોતાની રીક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી કોટલાવ પિયુ પાર્ક પાસે સ્‍ટેશન જતા રસ્‍તા પર પલટી મરાવતા અંદર બેઠેલા પેસેન્‍જર પૈકી કોટલાવ પ્રાથમિક શાળા બનાવવાના કામકાજમાં મજુર તરીકે કામ કરતા અને કોન્‍ટ્રાકટરના કાકા કેશાભાઈ છનું ભાઈ ભાંભર ઉ.વ.60 નાઓને માથાના ભાગે, મોઢાના ભાગે અને જમણા પગના ઘૂંટણમાં ઈજા થતાં વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા.
પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈ કો.પટેલએ સારવારનો ખર્ચ આપી દેવાનું કબૂલ કરતા આજદિન સુધી કોઈ ફરિયાદ કરી ન હતી પરંતુ આજદિન સુધી કોઈ ખર્ચ ન આપતા આજરોજ પિયાગો રીક્ષા ચાલક નરેશભાઈ બાબુભાઈકો.પટેલ વિરૂધ્‍ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

મોટી દમણની પરિયારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં ‘નશામુક્‍ત ભારત’ની લેવામાં આવેલી પ્રતિજ્ઞા

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ગાંજો વેચવાનું વધેલુ દુષણ : ભિલાડમાં વધુ બે આરોપી ગાંજા સાથે ઝડપાયા

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર કાર ચાલકે કાબુ ગુમાવતા ટ્રક સાથે ભટકાતા ગંભીર અકસ્‍માત સર્જાયો : ચાલકનો બચાવ

vartmanpravah

વાપી જીઆઈડીસી હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કલર કામ કરતા બે કામદાર પટકાતા એકનું મોત, એક ઘાયલ : કોન્‍ટ્રાક્‍ટર પર હુમલો

vartmanpravah

Leave a Comment