Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

  • પ્રદેશના પંચાયતીરાજ વિભાગ દ્વારા ગુજરાતના કેવડિયા ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના દર્શન અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખો, સરપંચો, સભ્‍યો અને કાઉન્‍સિલરો અનહદ પ્રભાવિત થયા

  • સંઘપ્રદેશ પ્રશાસનના માઈક્રો સ્‍તરના આયોજનથી આફરીન પોકારી ઉઠેલા જનપ્રતિનિધિઓ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશનાપંચાયતીરાજ વિભાગ દ્વારા ગત તા.24મી જાન્‍યુઆરી, ર0રરના રોજ ‘સ્‍વચ્‍છતા સંકલ્‍પ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમ દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પંચાયતીરાજ વિભાગને નિર્દેશ આપ્‍યો હતો કે તેઓ રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત એક એક્‍સપોઝર સહ તાલીમ કાર્યક્રમનું આયોજન કરે.
સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ પંચાયતીરાજ વિભાગના સચિવ, સંયુક્‍ત સચિવ, મુખ્‍ય કાર્યકારી અધિકારી દ્વારા રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત ત્રણ દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ વર્કશોપનું આયોજન ગુજરાતના કેવડિયા ખાતે એક્‍તા નગરમાં કરાયું હતું. આ એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ વર્કશોપમાં પંચાયતથી લઈ ગ્રાસરૂપ લેવલ સુધી સફળ બનાવવા માટે પ્રદેશના ત્રણેય જિલ્લા પંચાયતોના પ્રમુખ, ઉપ પ્રમુખો, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો, વોર્ડ સભ્‍યો અને ત્રણેય જિલ્લાની નગરપાલિકાના કાઉન્‍સિલરોને આ કાર્યક્રમમાં ઉત્‍સાહપૂર્વક ભાગ લેવા માટે પંચાયતીરાજ વિભાગના અધિકારીઓએ પ્રેરિત કર્યા હતા.
તા.29મી માર્ચ, ર0રરના સવારે પ્રદેશના જનપ્રતિનિધિઓ, ત્રણેય જિલ્લા પંચાયતના કાર્યકારી અધિકારી, વિકાસ ઘટક અધિકારી(બી.ડી.ઓ.), પંચાયતીરાજ વિભાગના અન્‍ય અધિકારીઓ કુલ 7 બસો દ્વારા જેમાં દમણજિલ્લાથી બે બસ, દાદરા નગર હવેલીથી ચાર બસ અને દીવથી એક બસ પોત-પોતાના જિલ્લાના પ્રસ્‍થાન સ્‍થળથી એક્‍તાનગર કેવડિયા ગુજરાત માટે રવાના થઈ હતી. એક્‍તાનગર કેવડિયા ખાતે પહોંચી સૌથી પહેલા દરેક જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ અખંડ ભારત દેશના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્‍યાર ઉપરાંત તેમણે લેઝર અને પ્રોજેક્‍શન શો, વેલી ઓફ ફલાવર્સ, યુનિટી ગ્‍લો ગાર્ડનનો નઝારો માણ્‍યો હતો.
તા.30મી માર્ચ, ર0રરના રોજ પંચાયતીરાજ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન અંતર્ગત એક્‍તા નગર સ્‍થિત એક્‍તા ઓડિટોરીયમમાં ક્ષમતા નિર્માણ વર્કશોપના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉપસ્‍થિત તમામ જન પ્રતિનિધિઓને વર્કશોપથી પહેલા પ્રશાસન દ્વારા એક-એક ટ્રેનિંગ કિટ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં સંઘપ્રદેશ દ્વારા પ્રકાશિત સહયાત્રા પુસ્‍તિકા, દાનહ અને દમણ-દીવના વિવિધ પ્રવાસન સ્‍થળોના સૂચનાત્‍મક બ્રોસર, દાનહ અને દમણ-દીવમાં અમલ થનારી વિવિધ કેન્‍દ્રિય પ્રયોજીત યોજનાઓ અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ સંચાલિત યોજનાઓની માહિતી પુસ્‍તિકા અને રાષ્‍ટ્રીય ગ્રામ સ્‍વરાજ અભિયાન નામાંકિત ટોપી અને ડાયરી નોટ સામેલ હતી.
આ કાર્યક્રમમાં આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્ત મોટીવેશનલ સ્‍પીકરશ્રી સિમરજીત સિંહ, એસ.આઈ.આર.ડી. ગુજરાતના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી પ્રકાશ મોદી, એસ.આઈ.આર.ડી.ગુજરાતના માસ્‍ટર ટ્રેનર શ્રીમતી નીલા પટેલ જેવા ગેસ્‍ટ સ્‍પીકર દ્વારા પ્રદેશના ઉપસ્‍થિત તમામ જનપ્રતિનિધિઓને વિવિધ વિષયો ઉપર તાલીમ આપવામાં આવી હતી. જેમાં દાનહ અને દમણ-દીવ પંચાયત અધિનિયમ-ર01ર, ગ્રામિણ વિકાસ યોજનાઓ જેવી કે સ્‍વચ્‍છ ભારત મિશન(ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), રાષ્‍ટ્રીય ગ્રામીણ આજિવિકા મિશન વગેરે પણ પ્રેઝેન્‍ટેશનના માધ્‍યમથી પ્રશિક્ષણ કરાવાયું હતું અને પંચાયત સભ્‍યોના અધિકારથી માહિતગાર કરાયા હતા. ઉપસ્‍થિત તમામ જન પ્રતિનિધિઓને આ મહાનુભાવો દ્વારા આપવામાં આવેલ પ્રશિક્ષણથી ખુબ જ પ્રેરણા અને માહિતી મળી હતી.
વર્કશોપથી પહેલા દરેક જનપ્રતિનિધિઓને જંગલ સફારી, બટરફલાય ગાર્ડન અને કેકટસ ગાર્ડનની સફર કરાવી હતી. વર્કશોપના સમાપન બાદ ઉપસ્‍થિત તમામ જનપ્રતિનિધિઓને સુરપાણેશ્વર મંદિર, એક્‍તા નર્સરી અને નર્મદા ઘાટની મુલાકાત કરાવવામાં આવી હતી અને અહીં નર્મદા ઘાટ ખાતે યોજાતી મહા આરતીમાં પણ ભાગ લીધો હતો.
તા.31 માર્ચ, ર0રરના રોજ ઉપસ્‍થિત તમામ જનપ્રતિનિધિઓએ અન્‍ય પ્રવાસન સ્‍થળ એક્‍તા મોલ અને એક્‍તા ક્રુઝની પણ સફર કરી હતી. ત્‍યારબાદ દરેક જનપ્રતિનિધિઓ પોત-પોતાના જિલ્લામાટે પરત રવાના થયા હતા.
દરમિયાન દરેક જનપ્રતિનિધિઓની ઉત્‍સાહપૂર્વક ઉપસ્‍થિતિ, પંચાયતીરાજ વિભાગના અધિકારીઓ અને તેમના સ્‍ટાફ તથા એક્‍તા નગર પ્રશાસનના સહયોગ અને પ્રશાસનના માઈક્રો સ્‍તરના પ્રબંધનથી આ કાર્યક્રમને ઐતિહાસિક રીતે સફળતા મળી હતી.

Related posts

સંદર્ભઃ દાનહના સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં કરેલી રજૂઆત સંઘપ્રદેશ પ્રશાસનની અસામાજિક તત્‍વો અને સ્‍થાપિત હિતો સામે અપનાવેલી નો ટોલરન્‍સ નીતિનો પડઘો

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

ખાનવેલના ખુટલી ગામ સ્‍થિત ટાઈમ ટેક્‍નોપ્‍લાસ્‍ટ લિ. કંપનીના કર્મચારીઓની પગાર અને એરીયર્સ સંદર્ભે કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment