Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03

સેલવાસની વૃંદાવન સોસાયટી ખાતે ચૈત્ર માહિનામાં સમસ્‍ત પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને દેવી ચરિત્રનો શુભારંભ શ્રી હેમેન્‍દ્રસિંહ ચંદ્રસિંહ સુરમાના નિવાસસ્‍થાનેથી કળશયાત્રા કાઢવામાં આવી હતી, જે કથા સ્‍થળે પહોંચી હતી. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકભક્‍તો જોડાયા હતા. પોથીયાત્રા બાદ શ્રીમદ્‌ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ ભાગવત કથા પૂ. શ્રી દેવુભાઈ જોષી-ખેરગામવાળાની મધુર વાણીમાં રસપાન કરાવવામાં આવી રહી છે. કથાનો સમય બપોરે ત્રણ વાગ્‍યાથી સાંજે છ વાગ્‍યા દરમ્‍યાનનો રહેશે. કથાનો વિરામ તા.8 એપ્રિલ, 2022 રોજ કરાશે. આ શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવિક ભક્‍તોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યુ છે.

Related posts

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

વાપી તાલુકામાં શિક્ષણ વિભાગના ઉપસચિવ એમ.આર.ચૌહાણે ૮૩ બાળકોનો શાળાપ્રવેશ કરાવ્યો

vartmanpravah

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશમાં મંગળવારથી બોર્ડની પરીક્ષાનો આરંભ : કુલ 58738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા

vartmanpravah

વાપીથી આરોપીઓને નવસારી જેલમાં લઈ જતા ડુંગરી હાઈવે ઉપર એટેક આવતા કોન્‍સ્‍ટેબલનું મોત

vartmanpravah

ચીખલી થાલાની ગેરેજમાં ચોરીઃ ચોરટાઓ સીસીટીવી કેમેરોનું ડીવીઆર પણ ચોરી ગયા

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં રાતે બેફામ દોડતી બે બાઈક ભટકાતા ગંભીર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

Leave a Comment