January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

એક લાખ કરતા વધુ સરસાઈથી દાદરા નગર હવેલીની બેઠક ઉપર ભવ્‍ય વિજય મેળવી આ બેઠક પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ચરણોમાં ધરવા કાર્યકરોમાં જાગેલો ભારે ઉત્‍સાહ અને આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન મોહનભાઈ ડેલકરના સ્‍વાગત સમારંભનું આયોજન આવતી કાલ તા.16મી માર્ચના રોજ સવારે 11:00 વાગ્‍યે સેલવાસના અટલ ભવન ખાતે કરવામાં આવ્‍યું હોવાની જાણકારી પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી સુનિલ પાટીલ અને શ્રી જીતુ માઢાએ આપી છે.
આવતી કાલે યોજાનારા શ્રીમતી કલાબેન ડેલકરના સ્‍વાગત સમારંભમાં ભાજપના દરેક પ્રદેશ, જિલ્લા અને મંડળના પદાધિકારીઓ, ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓ, બૂથ પ્રમુખો અને સક્રિય કાર્યકર્તાઓ તથા સમર્થકોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા પણ પ્રદેશ ભાજપ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક એક લાખ કરતા વધુ સરસાઈથી ઐતિહાસિક વિજયી બનાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ચરણોમાં ભેટ ધરવા કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે.

Related posts

‘ઈન્‍ડિયા મેરિટાઈમ હેરિટેજ કોન્‍ક્‍લેવ-2024′ યશોભૂમિ દ્વારકા ખાતે યોજાઈ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ -દીવે ‘ઇન્‍ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્‍ક્‍લેવ- 2024’માં પેવેલિયનનું કરેલું પ્રદર્શન

vartmanpravah

વાપી ગીતાનગર કંગન સ્‍ટોર્સમાં ચોરી : સામાન અને રોકડ મળી તસ્‍કરો 3 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની યોજાયેલી બેઠક

vartmanpravah

વલસાડના છીપવાડ સ્‍થિત શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં શરદ મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment