Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘નશામુક્‍ત ભારત અભિયાન” અંતર્ગત દમણ-દાનહ પોલીસે ચલાવેલી ‘‘નો ટોબેકો” ઝુંબેશ

દમણ પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ, આઉટ પોસ્‍ટ સ્‍ટાફ અને બીટ સ્‍ટાફ મળીને કુલ 12 ટીમોનું ગઠન કરીને કરેલી તપાસમાં 60 દુકાનો/વિક્રેતાઓ પાસેથી જપ્ત કરેલો 1.5 લાખ રૂપિયાના મૂલ્‍યનો 152 કિલોગ્રામ પ્રતિબંધિત તંબાકુ અને ગુટખાનો જથ્‍થો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : પ્રતિબંધિતતંબાકુ ઉત્‍પાદનોનું વેચાણ અને વપરાશને જોતાં દમણ પોલીસ વિભાગ દ્વારા તા.16મી ઓક્‍ટોબર, 2023ના રોજ આખા દમણ જિલ્લામાં ‘‘નો ટોબેકો” ઝુંબેશ ચલાવી હતી. આ ખાસ ચલાવાયેલી ઝુંબેશમાં પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ, આઉટ પોસ્‍ટ સ્‍ટાફ અને બીટ સ્‍ટાફ મળીને કુલ 12 ટીમોનું ગઠન કરવામાં આવ્‍યું હતું. તેમણે તમામે પ્રતિબંધિત તંબાકુ અને તેના ઉત્‍પાદનનું વેચાણકર્તાઓની દુકાનો, પાન-મસાલાના સ્‍ટોલો અને શેરી વિક્રેતાઓ(સ્‍ટ્રીટ વેન્‍ડર્સ) ઉપર છાપા મરવામાં આવ્‍યા હતા.
આ કાર્યવાહીમાં 60 દુકાનો/વિક્રેતાઓ પાસેથી લગભગ 1.5 લાખ રૂપિયાની મૂલ્‍યના 152 કિલોગ્રામ પ્રતિબંધિત તંબાકુ અને ગુટખાનો જથ્‍થો જપ્ત કરવામાં આવ્‍યો હતો અને તમામને એક મોટો સંદેશ મોકલવામાં આવ્‍યો હતો કે, જેઓ કાયદાનું ઉલ્લંઘન કરીને પ્રતિબંધિત તંબાકુ તથા તેની બનાવટની ચીજોનું વેચાણ કરી રહ્યા હોય.
આ કેસની આગળની કડક કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવેલ સામગ્રીને ખાદ્ય નિરીક્ષક(ફૂડ ઈન્‍સ્‍પેક્‍ટર)ને સોંપવામાં આવી હતી.

દાનહ પોલીસ વિભાગ દ્વારા તંબાકુની બનાવટના ઉત્‍પાદન અને તેનું વેચાણ કરનારાઓ વિરૂદ્ધ કરેલી કાનૂની કાર્યવાહી

બે દુકાનોમાંથી રૂા.60હજારની કિંમતના વિમલ ગુટખા, પંઢરપુરી તંબાકુ, રજનીગંધા, કરમચંદ, આરએમડી, ચાંદ તારા ગુલ, તપકીર વગેરે જેવી તંબાકુ બનાવટની ચીજવસ્‍તુઓ જપ્ત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : દાદરા નગર હવેલીના એસ.પી. શ્રી આર.પી.મીણાના માર્ગદર્શનમાં અને એસ.ડી.પી.ઓ.ની દેખરેખ હેઠળ પોલીસ વિભાગ દ્વારા નાર્કોટિક્‍સ અને તંબાકુ ઉત્‍પાદનો સામેની ‘‘નો ટોબેકો” ઝુંબેશ ચલાવાઈ રહી છે. જેની કડીમાં દાનહ પોલીસ વિભાગની ટીમ તંબાકુ નિષેધ હેતુ દુકાનો, લારી, ગલ્લાઓનું નિયમિત ચેકિંગ કરી રહી છે.
બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. શ્રી હરેશસિંહ રાઠોડ અને એમની ટીમ દ્વારા બે દુકાનોની તલાસી લેવામાં આવી હતી. જેમાં ડોકમરડી વિસ્‍તારમાં આવેલ રમેશકુમાર વીણારામ માલુની માલિકીની સુદેશા એન્‍ટરપ્રાઈઝ અને ચુનીલાલ કુશારામની ભૈરવનાથ ટ્રેડર્સ દુકાનમાં તપાસ કરતા તંબાકુના વિવિધ ઉત્‍પાદનો વિમલ ગુટખા, પંઢરપુરી તંબાકુ, રજનીગંધા, કરમચંદ, આરએમડી, ચાંદ તારા ગુલ, તપકીર વગેરે જેવી તંબાકુ બનાવટની ચીજવસ્‍તુઓ મળી આવી હતી. જેની અંદાજીત કિંમત રૂા.60 હજાર છે.પોલીસ ટીમ દ્વારા આ તંબાકુ ઉત્‍પાદનો જપ્ત કરવામાં આવ્‍યા હતા અને દાનહ ફુડ ઈન્‍સ્‍પેક્‍ટરને જરૂરી કાર્યવાહી માટે સોંપવામાં આવ્‍યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને સશક્‍તિકરણ રાજ્‍યમંત્રી રામદાસ આઠવલે દીવની મુલાકાતે

vartmanpravah

દાનહ-દમણ-દીવની ગર્લ્‍સ ટીમ આંતરરાષ્‍ટ્રીય સુબ્રોતો મુખર્જી કપ ફૂટબોલની ટૂર્નામેન્‍ટમાં ભાગ લેવા દિલ્‍હી રવાના

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

મગરવાડા GROUP ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડી, બાવરી ફળીયા ખાતે દિવસ ચૌપાલ યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના બાળકોની શિક્ષણ વ્‍યવસ્‍થાને સમૃદ્ધ કરવાની જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment