August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સોમનાથ ખાતે રામરથ યાત્રાનું હોંશ અને જુસ્‍સા સાથે કરાયેલું ભવ્‍ય સ્‍વાગત

દમણ જિ.પં.ના પૂર્વ સભ્‍ય અને આગેવાન સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ હેમલતાબેન પટેલના નેતૃત્‍વમાં થયેલું રામરથ યાત્રાનું અભિવાદન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.08
ગત તા.2જી એપ્રિલના રોજ શનિવારે સાંજે 5 વાગ્‍યાથી શરૂ થયેલ રામરથ યાત્રા આજે સોમનાથ આવી પહોંચતા ત્‍યાં ભાવભીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
દમણ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્‍ની દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ઈશ્વરભાઈ પટેલના નેતૃત્‍વમાં રામરથ યાત્રાનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
સોમનાથ ખાતે હોંશ અને જુસ્‍સા સાથે રામરથ યાત્રાના કરાયેલાસ્‍વાગતથી આયોજકો પણ પ્રભાવિત થયા હતા. જયશ્રી રામના નારા સાથે ગાજી ઉઠેલી રામરથ યાત્રા દરમિયાન સોમનાથ વિસ્‍તાર ભગવા ઝંડાથી શોભાયમાન બની ચુક્‍યો છે. આ પ્રસંગે રામરથ યાત્રાના આયોજક પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પણ પોતાની પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ રાબડા ખાતે વૈદિક પરંપરા અનુસાર લગ્નોત્સવ ઉજવાયો

vartmanpravah

ચીખલી મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર નિયત કરાયેલા દિવસે ઉપસ્‍થિત ન રહેતા અરજદારોને પડી રહેલી હાલાકી

vartmanpravah

વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે આત્‍મ વિશ્વાસ હેલ્‍પલાઈનનો પ્રારંભ કરાયો

vartmanpravah

વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ કમિટીની બેઠક કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

Leave a Comment