December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મધ્‍યપ્રદેશના મહામહિમ રાજ્‍યપાલ મંગુભાઈ પટેલે ચીખલીના ટાંકલ ગામે સહકારી અગ્રણીના નિવાસ સ્‍થાને સ્‍થાનિક આગેવાનો સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલ મંગુભાઈ પટેલ ટાંકલ ગામે પાટીદાર અગ્રણી અને એપીએમસીના ડિરેકટર જે.ડી.પટેલના નિવાસ સ્‍થાને પધારતા ત્‍યાં તેમના પરિવારજનો દ્વારા સ્‍વાગત કરાયું હતું. બાદમાં જીતુભાઈના નિવાસ સ્‍થાને ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ, કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ, તાલુકા પંચાયતના પંકજભાઈ, નરેન્‍દ્રભાઈ સહિતના સભ્‍યો, આસપાસના ગામના સરપંચો ઉપરાંતસ્‍થાનિકોના ખબર અંતર જાણી શુભેચ્‍છા મુલાકાત કરી હતી. ટાંકલથી રાજ્‍યપાલ મંગુભાઈનો કાફલો ચિતાલી રવાના થયો હતો. ત્‍યાં તાજેતરમાં મૃત્‍યુ પામનાર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્‍ય સ્‍વ.નવનીતભાઈ પટેલના પરિવારજનોની મુલાકાત લઈ પરિવરજનોને સાંત્‍વના પાઠવી હતી. બાદમાં રાનકુવામાં જૂના કાર્યકર સ્‍વ.શશીકાંતભાઈ પાંચાલના ઘરે પણ જઈ તેમને શ્રધ્‍ધાંજલી આપી હતી. ઉપરાંત એપીએમસીના ડિરેકટર હિતેન પટેલની માતાનું નિધન થયેલ તેમની પણ મુલાકાત કરી હતી.
નોંધનીય છે કે, ચીખલી તાલુકાના ટાંકલ વિસ્‍તારના 15-જેટલા ગામો ભૂતકાળમાં નવસારી વિધાનસભા બેઠકમાં હતા. અને આ બેઠક પરથી અનેક ટર્મ ધારાસભ્‍ય પદે મંગુભાઈ રહ્યા હતા. જેથી આ વિસ્‍તારમાં અનેક પરિવારો સાથે મંગુભાઈ પટેલ ઘેરબો ધરાવે છે. મધ્‍યપ્રદેશના રાજ્‍યપાલના પ્રવાસને પગલે ખારેલ-ટાંકલ-રાનકુવા માર્ગ ઉપર ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો.

Related posts

સુરતથી વાપી જઈરહેલ કોલસા ભરેલ ડમ્‍પરે મોતીવાડા પાસે પલટી મારી : હાઈવેના બંને ટ્રેક પર કોલસાઓ વિખેરાયા

vartmanpravah

આજે વિશ્વ ટીબી દિવસઃ સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૩૮૬૮ દર્દી સપડાયા

vartmanpravah

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વિવિધ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

એકવાર વેચેલી જમીન ફરી વેચાણ કરી છેતરપિંડી કરવા બાબતે એન.આર.આઈ. મહિલા સામે ડુંગરા પોલીસમાં લેખિતમાં એન.સી.

vartmanpravah

Leave a Comment