દમણ જિ.પં.ના પૂર્વ સભ્ય અને આગેવાન સામાજિક કાર્યકર ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ હેમલતાબેન પટેલના નેતૃત્વમાં થયેલું રામરથ યાત્રાનું અભિવાદન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.08
ગત તા.2જી એપ્રિલના રોજ શનિવારે સાંજે 5 વાગ્યાથી શરૂ થયેલ રામરથ યાત્રા આજે સોમનાથ આવી પહોંચતા ત્યાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
દમણ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આગેવાન સામાજિક કાર્યકર શ્રી ઈશ્વરભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની દમણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ઈશ્વરભાઈ પટેલના નેતૃત્વમાં રામરથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સોમનાથ ખાતે હોંશ અને જુસ્સા સાથે રામરથ યાત્રાના કરાયેલાસ્વાગતથી આયોજકો પણ પ્રભાવિત થયા હતા. જયશ્રી રામના નારા સાથે ગાજી ઉઠેલી રામરથ યાત્રા દરમિયાન સોમનાથ વિસ્તાર ભગવા ઝંડાથી શોભાયમાન બની ચુક્યો છે. આ પ્રસંગે રામરથ યાત્રાના આયોજક પૂર્વ જિ.પં. પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલે પણ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.