Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવદેશ

દીવ જિલ્લાને નશા મુક્‍ત બનાવવા કરાયેલું વિચાર મંથન : સ્‍કૂલ-કોલેજમાં વધુ જાગૃતિ લાવવા જોર

દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા કક્ષાની નશા મુક્‍ત ભારત અભિયાન સમિતિના સભ્‍યોની કલેકટર ફરમન બ્રહ્માના અધ્‍યક્ષ સ્‍થાને કોન્‍ફરન્‍સ હોલમાં યોજાયેલી બેઠક
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.11
દીવનાં જિલ્લાના સમાહર્તા શ્રી ફરમન બ્રહ્મા, આરોગ્‍ય અધિકારી ડૉ.કાસીમ સુલતાન, હેડ ઓફ ઓફીસ દીવ હોસ્‍પિટલ ડૉ.અજય શર્મા, આસી. એજ્‍યુકેશન ઓફિસર શ્રી ડી.ડી.મન્‍સૂરી, આસી. એજ્‍યુકેશન ઓફિસર શ્રી પીયુષ મારૂ, દીવના એકસાઈઝ ઇન્‍સ્‍પેક્‍ટર, નશા મુક્‍ત ભારત અભિયાનનાં મેમ્‍બરસેક્રેટરી/બાળ વિકાસ પરિયોજના અધિકારી, શ્રીમતી ગાયત્રી જાટ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી મૈત્રી ભટ્ટ, દીવ હોસ્‍પિટલના ડૉ. રવીન્‍દ્ર પાટીલ, એનએસએસ કોર્ડિનેટર, કોકિલા ડાભી, સરગમ યુવા મંડળના અધ્‍યક્ષ શ્રી વિનોદ જેઠવા, આઈઆરસીએ પ્રોજેક્‍ટ કોર્ડિનેટર શ્રી જયેન્‍દ્ર, જાયન્‍ટ્‍સ ગ્રુપના પ્રમુખ જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના પ્રોટેક્‍શન આફિસર પ્રિતેશ જે. સોલંકી જિલ્લા બાળ સુરક્ષા એકમનાં એકાઉન્‍ટન્‍ટ નિકેતા વૈશ્‍ય તેમજ જિલ્લા કક્ષાની નિશા મુક્‍ત ભારત અભિયાન સમિતિના અન્‍ય સભ્‍યોની કલેકટર કોન્‍ફરન્‍સ હોલ ખાતે ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં દીવ જીલ્લા સમાહર્તા શ્રી ફરમન બ્રહ્માના દ્વારા જણાવવામાં આવ્‍યું કે, દીવમાં લોકો સુધી નશા મુક્‍તને લગતી જાગરૂકતા પહોંચાડવામાં આવે અને સ્‍કૂલ અને કોલેજની આજુબાજુના વિસ્‍તારમાં નશાને લગતી કોઈ પ્રવળતિઓ નહી થાય તેનું ધ્‍યાન રાખવું વધુમાં જણાવવામાં આવ્‍યું કે યુવાનોમાં નશો નહી થાય તેના માટે સ્‍કૂલ અને કોલેજના યુવાનોમાં વધુ જાગરૂકતા પહોંચાડવામાં આવે. તેમજ વધુમાં સમિતિના સભ્‍યો સાથે ચર્ચા પછી જણાવ્‍યું કે શેરી નાટક, સ્‍થાનિક સ્‍પોર્ટ્‍સ પ્રવળતિઓ, સ્‍કૂલ જાગરૂકતા, સ્‍વયંસેવકોની તાલીમ વગેરે મુદ્દાઓ ઉપર વિસ્‍તળતમાં ચર્ચા કરવામાં આવી.
જિલ્લા કક્ષાની નશા મુક્‍ત ભારતઅભિયાન સમિતિના દરેક સભ્‍યો દ્વારા પોતાના મંતવ્‍યો નશા મુક્‍ત ભારત અભિયાનને અમલીકરણ કરવા માટે આપેલ હતા. આ બેઠકનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવના જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. આ બેઠક જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીના સંયુક્‍ત પ્રયાસો થાકી સાકાર થયેલ હતી.

Related posts

બાન્‍દ્રા-ગોરખપુર હમસફર સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ટ્રેનને વાપી સ્‍ટોપેજ મળતાં ભાજપે કરેલી વધામણી

vartmanpravah

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

vartmanpravah

વલસાડની કકવાડી પ્રા. શાળાને ગ્રીન સ્કૂલ સ્પર્ધામાં રાષ્ટ્રીય એવોર્ડ અને 4 લાખનું ઈનામ એનાયત

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

સેલવાસથી ખાનવેલ તરફ જતા રસ્‍તાની હાલત ચંદ્રના ધરતી જેવી: વાહનચાલકો પોકારી રહ્યા છે ત્રાહિમામ

vartmanpravah

Leave a Comment