September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દાનહ ક્રાઇમ બ્રાન્‍ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડ

આરોપીઓ પાસેથી ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલી પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ દ્વારા સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ચાર જેટલા ચોરીના કેસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચાર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં આરોપીઓએ લેન્‍ડમાર્ક ટોકરખાડા નજીકથી એક પલ્‍સર બાઈક, સાયલી મેઢાપાડાથી પણ એક પલ્‍સર બાઈકની ચોરી કરી હતી અને રાત્રિ દરમ્‍યાન ઘરફોડ ચોરી પણ કરી હોવાની અને ગલોન્‍ડા પારસીપાડામાં ફાર્મ હાઉસમાં ચોરી કર્યા બાદ આગ પણ લગાવી દીધી હોવાની ઘટના બનવા પામી હતી. આચોરીની ઘટનાઓની તપાસ ક્રાઇમ બ્રાન્‍ચના પી.આઇ. શ્રી હરિશસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન ચોરી કરનાર આરોપીઓમાં (1)દિપક માલવી વળવી (રહેવાસી જનાથીયાપાડા ગલોન્‍ડા), (2)જીગ્નેશ મુકેશ સલ્‍કર (રહેવાસી ગલોન્‍ડા), (3)વિપુલ નગીન વરઠા (રહેવાસી ગલોન્‍ડા) આ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્‍યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની અંદાજીત કિંમત ચાર લાખ જેટલી હોવાનું જણાવાયું છે. સેલવાસ ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા અન્‍ય કોઈ ગુનામાં સામેલ તો નથી તે અંગેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપ પ્રમુખની બિનહરીફ વરણી: પ્રમુખ તરીકે ટુકવાડાના દક્ષેશ પટેલ જ્‍યારે ઉપ પ્રમુખ તરીકે બાલદાના ડિમ્‍પલબેન પટેલ ચૂંટાયા

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

વલસાડ મોગરાવાડીમાં બાકી ઉધારી નહી આપતા વેપારીઍ ગ્રાહકને બેઝબોલના ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો

vartmanpravah

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્‍થળની વિઝિટ લીધી

vartmanpravah

દમણ જિલ્લા આંતરશાળા ખો-ખો સ્‍પર્ધામાં સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડેલ શાળા વિજેતા બની

vartmanpravah

Leave a Comment