Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં 24 કલાકમાં 11 ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

ભૂરકુંડ ફળીયા રિંગરોડ પર ટ્રક ખાડામાં પડતા રોંગ સાઈડ પર પહોંચી ગઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોવીસ કલાકમાં 11 ઈંચથી વધુ સાંબેલાધાર વરસાદ તૂટી પડયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમના દસ દરવાજા ચાર મીટર ખોલવામાં આવ્‍યા છે. ભારે વરસાદ અને નદીઓમાં પાણી વધવાને કારણે નીચાણવાળા પુલો પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે સેલવાસના ભૂરકુંડ ફળીયા નજીક રીંગરોડ પર સવારે એક ટ્રક સામરવરણી તરફ જઈ રહ્યો હતો ત્‍યારે મોટા ખાડામાં ટ્રક પડતા ડિવાઈડર કુદાવી બીજી તરફ પહોંચી ગયો હતો જેના કારણે ટ્રકનું એક ટાયર પણ નીકળી ગયું હતું આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાની થયેલ નથી, પરંતુ રીંગરોડ પર પડેલ મોટામોટા ખાડાને કારણે વારંવાર આવા અકસ્‍માતો થતા રહે છે. ફલાંડી પટેલપાડા ખાતે ખનકી પર પુલ પરથી પાણીનું વહેણ વહેતા પુલ પર પણ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે વાહનચાલકોને તકલીફ પડી રહી છે. પીપરીયાના જૂના પુલ પર પણ સાઈડ તુટી ગયેલ છે. સેલવાસમાં 280 એમએમ 11.2 ઇંચ વરસાદ પડયો છે. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ 1767 એમએમ 70.68 ઈંચ વરસાદ થયો છે. મધુબન ડેમનુંલેવલ સવારે 71.60 મીટર હતું અને ડેમમાં પાણીની આવક 90982 ક્‍યુસેક હતું. પાણીની જાવક 86531 ક્‍યુસેક અને સાંજે મધુબન ડેમનું લેવલ 72.15 મીટર ડેમમાં પાણીની આવક 116603 ક્‍યુસેક અને પાણીની જાવક 123187 ક્‍યુસેક છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં વધુ પાણીની આવક થવાની સંભવનાને કારણે દમણગંગા નદી કિનારેના ગામના લોકોને સાવધાન રહેવા તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દાનહમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના કારણે શાળા કોલેજોમાં રજા આપવામાં આવી છે.

Related posts

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્‍ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્‍પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી દ્વારા 14મા સમુહ લગ્નોત્‍સવનું આયોજન

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાંમાં અસરગ્રસ્ત બનેલા દાનહના ગામડાઓના પરિવારોના વ્હારે આવી આરતી ઇન્ડસ્ટ્રીઝઃ સિમેન્ટના પતરાનું કર્યું વિતરણ

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

Leave a Comment