Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

જીપીસીબીના અધિકારીઓએ પ્રોડક્‍શન સાઈટ, હેઝાર્ડ વેસ્‍ટ સ્‍ટોર સાઈટ અને મેન્‍ટન રેકોર્ડનુ ઇન્‍સ્‍પેક્‍શન કર્યા બાદ જનરેટેડ હેઝાર્ડનો અજાણ્‍યા સ્‍થળે ગેરકાયદેસર નિકાલ કરેલ હોવાની પુરવાર થયેલી સાબિતી જોતા ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવવાની જણાઈ રહેલી શકયતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.11
સરીગામ જી.આઈ.ડી.સી.માં ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડના નિયમને નેવે મૂકીને લાંબા સમયથી કાર્યરત આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને જીપીસીબીના મેમ્‍બર સેક્રેટરીએ ઠોસ પુરાવાને આધાર બનાવી ક્‍લોઝર આપતા કંપનીના સંચાલકો સહિત નિયમનુ ઉલ્લંઘન કરીને ચાલતી અન્‍ય કંપનીના માલિકોમાં ફફડાટ ફેલાઇ જવા પામી છે. કંપનીને ક્‍લોઝર પાઠવવા સાથે તાત્‍કાલિક અસરથીડીજીવીસીએલ સરીગામના ડેપ્‍યુટી એન્‍જિનિયર, જીઆઈડીસી સરીગામના ડેપ્‍યુટી એન્‍જિનિયરને લેખિત જાણ કરી વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ કરવા જણાવાયુ છે. તેમજ ઇન્‍ડસ્‍ટ્રીયલ પ્‍લાન્‍ટ, ડીજી સેટ અને કેપ્‍ટિવ પાવર પ્‍લાન્‍ટને બંધ કરવા કંપનીને આદેશ કર્યો છે.
ગત ફેબ્રુઆરી મહિનાની 19મી તારીખે ભીલાડ આરટીઓ ચેકપોસ્‍ટ નજીકથી કેમિકલ વેસ્‍ટ ભરેલ ટેન્‍કર નંબર જીજે-15-એવી-2810 પોલીસ તંત્રના હાથે ઝડપાઈ જવા પામ્‍યો હતું. આ ઘટનામાં ટેન્‍કરના ચાલક અને માલિકની ધરપકડ કરી હાથ ધરેલી પૂછપરછમાં કેમિકલ વેસ્‍ટનો જથ્‍થો અજાણ્‍યા સ્‍થળે ગેરકાયદેસર નિકાલ કરવામાં આવનાર હોવાનું બહાર આવ્‍યું હતું. જેના આધારે જીપીસીબીના અધિકારીઓએ કંપનીની પ્રેમાઈસીસમાં તપાસ હાથ ધરી હતી અને ઝડપાયેલા ટેન્‍કર તેમજ કંપનીના ટેન્‍ક એમ બંને સ્‍થળેથી એકત્રિત કરેલા નમુનાનુ પળથક્કરણ કરતાં કંપનીના ગેરકાયદેસર નિકાલ કરવાની ઘટનાની સાબિત સામે આવી જવા પામી હતી.
જીપીસીબીના અધિકારીઓએ હાથ ધરેલી તપાસમાં પ્રોસેસ વેસ્‍ટ, કાર્બન વેસ્‍ટના જનરેટર જથ્‍થા સાથે એક્‍સ જીએન રેકોર્ડ અને ઓથોરાઈઝ ડીસ્‍પોસલ મેનર વચ્‍ચેનો આવેલો તફાવત કંપનીના ઘેરકાયદેસર વહીવટના ઘણા હાડપિંજરો બહાર લાવશે એવું જણાઈ રહ્યું છે.
આ ઘટનામાંપોલીસ તંત્રએ દાખલ કરેલી એફઆઈઆર અને હાથ ધરેલી તપાસ બાદ ઘણા વેધક સવાલો પણ સામે આવી રહ્યા છે. આ કંપનીમાં જીપીસીબીના રેકોર્ડના આધારે મેટાફોરમિન હાઈડ્રોસાઈડ નામની એકમાત્ર પ્રોડક્‍ટનું 1200 મેટ્રિક ટન એક મહિનામાં ઉત્‍પાદન કરવાની પરવાનગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કંટ્રોલ એડમિનિસ્‍ટ્રેશન વલસાડ અને ગાંધીનગરનો રેકોર્ડ પણ તપાસવો જરૂરી બની ગયો છે.
આ તમામ માહિતી જોતા કંપનીનો ભૂતકાળ અને કંપનીએ ભૂતકાળમાં કરેલી નિયમ વિરુદ્ધની પ્રવળત્તિ ઉપર પણ જવાબદાર વિભાગે નોંધ લેવાની જરૂરત જણાઈ રહી છે.

Related posts

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

સ્‍વયં અને સમાજ માટે યોગઃ વલસાડના અબ્રામા ખાતે યોગ દિન પૂર્વે યોગાભ્‍યાસ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગુરૂવારની મોડી રાત્રિએ પડેલા ધોધમાર વરસાદના કારણે ખાનવેલ-દૂધની રોડ પર ખાડામાં પડેલી ઈલેક્‍ટ્રીક બસને ક્રેન વડે બહાર કઢાઈ

vartmanpravah

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah

પારડીથી ગાંજાના જથ્‍થા સાથે એક ઈસમની ધરપકડ કરતી એસ.ઓ.જી

vartmanpravah

ચીખલી-ખેરગામ રોડ ઉપર ચાડીયા નજીક છોટા હાથી ટેમ્‍પોએ મારેલી પલ્‍ટીઃ ચાલકનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

Leave a Comment