September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેએ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, મહિલાઓ અને વિધવાઓના ઉત્‍થાન તથા અસ્‍પૃશ્‍યતા નિવારણના ક્ષેત્રમાં આપેલા યોગદાનની સરપંચ મુકેશ ગોસાવીએ આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.11
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા આજે રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મજયંતિ ઉત્‍સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી હતી. દમણવાડા પંચાયતના પટાંગણમાં આયોજીત સભામાં સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ રાષ્‍ટ્ર નિર્માતા જ્‍યોતિબા ફૂલેએ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, મહિલાઓ અને વિધવાઓના ઉત્‍થાન તથા અસ્‍પૃશ્‍યતા નિવારણના ક્ષેત્રમાં આપેલા યોગદાનની જાણકારી આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી મિલન રાયચંદ, સભ્‍ય શ્રી વિષ્‍ણુ બાબુ, ગ્રામ પંચાયતની સલાહકાર સમિતિના સભ્‍ય શ્રીમતી પ્રિતીબેન હળપતિ, શ્રીમતીઉર્વિશાબેન બારી સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મિટનાએ કર્યુ હતું.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળીઃ હાઈવે પર ખાડાના મુદ્દે કલેકટરે કડક તેવર અપનાવ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

ચીખલીના વંકાલમાં રાત્રે ઘર પર થાંભલા સાથે વીજ લાઈન પડતા પરિવારનો આબાદ બચાવ

vartmanpravah

દમણ જિલ્લા સહકારી ભંડારના ચેરમેન તરીકે આગેવાન સામાજિક કાર્યકર્તા અને ઊર્જાવાન નેતા હિરેનભાઈ જોષીની સર્વાનુમતે વરણી

vartmanpravah

વાપી ટુકવાડા અવધ ઉથોપિયા બંગલામાં પરિવાર સુતો રહ્યો ને તસ્‍કરો રૂા.1.20 લાખની મત્તા ચોરી ગયા

vartmanpravah

દાનહઃ ગ્રામ પંચાયત દપાડાના સહયોગથી બાલ ગૃહમાં બાળસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment