October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે ગ્રાહકોની સમસ્‍યાઓ અને ખાદ્ય સુરક્ષા પર સેમિનાર યોજાયો

ચૂંટણીઓ બાદ વલસાડ જિલ્લાની તમામ સ્‍કૂલોનો શિક્ષણ
સંમેલન યોજાશેઃ વિજય ગોયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.31: પટેલ સમાજની વાડી વલસાડ ખાતે ગુજરાતના ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કમિશનર શ્રી હેમંતભાઈ કોશિયાની વિશેષ ઉપસ્‍થિતિમાં અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન તથા ગ્રાહક કલ્‍યાણ મંડળ વલસાડ દ્વારા આયોજીત ‘ગ્રાહકોની સમસ્‍યાઓ તથા ખાદ્ય સુરક્ષા’ પર સેમિનાર યોજાયો હતો.
જેમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કમિશનરે એમનાં વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે ગુજરાતમાં ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ ટેકનોલોજી સાથે કાર્ય કરે છે. લોકોને સંતોષ થાય એનાં માટે દરેક જીલ્લામાં મોબાઈલ વાન ખાધ વસ્‍તુઓનાં નમૂનાઓની ચકાસણીનું કામકાજ કરે છે. શ્રી હેમંતભાઈ કોશિયા વિશેષમાં જણાવ્‍યું હતું કે, એમનો વિભાગના 4700 કરતાં વધુનો સ્‍ટાફ સાથે કાર્ય કરે છે જે ઓછું હોવા છતાં શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. રાજ્‍યમાં એમનાં વિભાગે કરેલી કામગીરીની આંકડાકીય માહિતી આપી હતી.
કન્‍ઝ્‍યુમર કનફેડરેશન ઓફ ઈન્‍ડિયાના કાર્યકારી પ્રમુખ શ્રીમતી પ્રિતીબેન પંડ્‍યાએગ્રાહકોની સમસ્‍યાઓ પર વિગતવાર છણાવટ કરી હતી. પ્રશ્નોત્તરી દરમિયાન વીજ કંપની દ્વારા બે મહિનાનું બિલ આપવામાં આવે છે તે અંગે જણાવ્‍યું હતું કે જો એક મહિનાનું બિલ આપવામાં આવે તો બિલની રકમમાં ખાસો ઘટાડો આવી શકે છે. સરકાર આ બાબતે બે મહિનાના બદલે એક મહિનાનું બિલ આપે એ માટે એઓ સરકારમાં રજૂઆત કરી છે અને ફરી રજૂઆતો કરશે. મેડિકલ અને મેડિસન (દવા)નાં ભાવો પર વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્‍યું હતું કે, ગ્રાહકોએ પોતાની ફરિયાદ સંબંધિત અધીકારીઓને લેખિતમાં કરવા જણાવ્‍યું હતું.
સંગઠનનાં પ્રદેશ પ્રમુખ જેઠાભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, સંગઠન દેશભરમાં 23 રાજ્‍યોમાં તથા ગુજરાતમાં અપવાદ જિલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં સંગઠનનું માળખું છે. એમણે ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ કમિશનરને દરેક જિલ્લામાં ફૂડ સેમ્‍પલની ચકાસણી માટે લેબોરેટરી સ્‍થાપવાની માંગણી કરી હતી.
પ્રશ્નોત્તરી દરમિયાન વલસાડ ખાતે સાત જેટલી નકલી માવા તથા પનીરની ફેકટરીઓનો પ્રશ્ન ઉઠ્‍યો હતો જેનો જવાબ આપવા માટે વલસાડ ફૂડ વિભાગના અધિકારી શ્રી દિલીપભાઈ નાયકે જણાવ્‍યું હતું કે આ બાબતે એમનાં વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તથા નમૂનાઓનો રિપોર્ટ આવે એટલેવધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કન્‍ઝ્‍યુમર કનફેડરેશન ઓફ ઈન્‍ડિયા ગુજરાતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ તથા સંગઠનના સુરતના અગ્રણી એડવોકેટ શ્રી પ્રતાપ છાપિયાએ એમના પ્રાસંગિક પ્રવચનમાં ગ્રાહકોની બાબતો પર છણાવટ કરી હતી. સંગઠનનાં પ્રદેશ ઉપપ્રમુખ શ્રી વિજય ગોયલે જણાવ્‍યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમ્‍યાન સંગઠન દ્વારા ઘણા કાર્યો કરવામાં આવ્‍યાં છે જેમાં પ્રમુખ બે કાર્યોમાં 1) સમગ્ર રાજ્‍યમાં નકલી માવા અને દૂધની બનાવટોની સામે ચલાવેલ અભિયાન તથા 2) નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓનાં કારણે થતા અકસ્‍માતોમાં જાનહાનિ તથા વાહનોને થતાં નુકસાની અંગે વળતરની માંગણીનું અભિયાન 2022માં ચલાવ્‍યું હતું. જેમાં ભારત સરકારે નેશનલ હાઈવે ઉપર ખાડાઓનાં કારણે અકસ્‍માત થશે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાના ઝોનલ અધિકારીની જવાબદારી નક્કી કરી હતી. જેનાં કારણે 2023માં વરસાદમાં ખાડાઓના રીપેરીંગ યુદ્ધના ધોરણે કરવામાં આવ્‍યું હતું.
શ્રી વિજય ગોયલે જણાવ્‍યું હતું કે ચૂંટણી બાદ વલસાડ જિલ્લામાં એક વિશાળ શિક્ષણ સંમેલનનું આયોજન કરવામાં આવશે જેમાં જિલ્લાની તમામ શાળાઓના આચાર્ય, સંચાલક, વાલીઓ તથા વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવશે અને પ્રવર્તમાન સમસ્‍યાઓનો સમાધાનલાવવાના પ્રયાસ કરાશે. વિજય ગોયલે પ્રદેશ પ્રમુખની સમંતિથી સંગઠનમા સુરત જિલ્લા પ્રમુખ તરીકે એડવોકેટ લોરેન્‍સ વિલિયમ, વલસાડ જિલ્લા મહામંત્રી તરીકે શ્રી સુનિલ સુરાના, વલસાડ મહામંત્રી તરીકે સ્‍વરૂપરામ સુથાર તથા વાપી શહેર પ્રમુખ તરીકે શ્રી દીપક મોડેતની નિયુક્‍તિ કરી હતી.
આ કાર્યક્રમમાં અન્‍ય જિલ્લાના પદાધિકારીઓ સહિત દક્ષિણ ગુજરાત કેમિસ્‍ટ એસોસિએશનનાં પ્રમુખ શ્રી કૌશિકભાઈ માકડિયા, વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળનાં પ્રમુખ શ્રી સમીરભાઈ મપારા, અખિલ હિંદ મહિલા પરિષદનાં મંત્રી કિર્તીબન ભાડુંતિયા, સંગઠનનાં જિલ્લા પ્રમુખ શ્રી રાજુભાઇ મહેતા, મહામંત્રી શ્રી શ્રીપાદ ધોન્‍ડે સોની, ઉમરગામ પ્રમુખ શ્રી રાહુલ મહેતા, ધરમપુર પ્રમુખ શ્રી મહેશ ટંડેલ અને વેપારીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતાં. વલસાડ શહેર પ્રમુખ શ્રી પ્રદીપ કોઠારી તથા ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ ઓઝા તથા ગ્રાહક કલ્‍યાણ મંડળ વલસાડનાં મહામંત્રી શ્રી નરેશભાઈ બલસારી તથા એમની ટીમના શ્રી ભારત ગોયલ, શ્રી વિષ્‍ણુભાઈ પાટીલ, શ્રી અશોક મોહડ, શ્રી મંજૂર મલેક તથા શ્રી પ્રદીપ વજીરાણી વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

ઉમરગામ તાલુકાની સરકારી શાળાઓમાં ગુણવત્તા યુક્‍ત શિક્ષણ અને સુવિધાના અભાવથી વિદ્યાર્થીઓનીદયનીય હાલત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

એલ એન્‍ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્‍થિતિ: પોતે જ ગાડી ચોરી અન્‍ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર

vartmanpravah

વરસાદની ઋતુ દરમિયાન ડેન્‍ગ્‍યુ અને મેલેરિયાના ફેલાવાને રોકવા માટે દાદરા નગર હવેલી અને દમણના ઔદ્યોગિક નોડલ અધિકારીઓને આપવામાં આવી તાલીમ

vartmanpravah

દાનહ આદિવાસી ભવનમાંથી ડોક્‍યુમેન્‍ટ ચોરીના કેસમાં અભિનવ ડેલકર પોલીસ સ્‍ટેશનમાં હાજર થયા

vartmanpravah

Leave a Comment