Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ધરમપુર: બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.14
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના શ્રી રસિકભાઈ ભોયા અને શ્રીમતી મયનાબેનની દીકરી શ્રીમતી સ્‍મિતાએ બી.એસ.એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. આ પોસ્‍ટિંગ મળતાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી અને ગ્રામજનો દ્વારા શ્રીમતી સ્‍મિતાના સન્‍માન સમારંભનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વનીતાબેન ગાંવિતે શ્રીમતી સ્‍મિતાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી ગામની આદિવાસી દીકરીને દેશની સેવા કરવાનો અવસર મળ્‍યો હોય ગૌરવની લાગણી અનુભવી રહી હોવાનું જણાવ્‍યું હતું.
શ્રીમતી સ્‍મિતાએ કારકિર્દીના વિકલ્‍પ તરીકે બી.એસ.એફ.ની પસંદગી કરી દેશની સેવા કરવા માટેનો જુસ્‍સો બતાવી અન્‍ય યુવતીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.
આ કાર્યક્રમમાં નિવૃત્ત સર્કલ અધિકારી શ્રી રમેશભાઈ ગાંવિત, ગુજરાત કામદાર કલ્‍યાણ બોર્ડના નિવૃત્ત સંચાલક શ્રી શંકરભાઈ ગાંવિત તેમજ બગાયતશાષાી શ્રી ચિન્‍મય ગાંવિતે સ્‍મિતાને શુભેચ્‍છાઓ પાઠવી યુવાનો અને યુવતીઓને દેશની સેવા કરવાની પ્રેરણા પુરી પાડી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.
બીલપુડી ગામની પહેલી દીકરી છે, જેમણે દેશની સેવા માટે બી.એસ.એફ.ની પસંદગીકરી તેમાં પોસ્‍ટિંગ મેળવી ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે, જે આદિવાસી સમાજ અને મહિલાઓ માટે ખુબ જ ગૌરવની વાત હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.
શ્રીમતી સ્‍મિતાએ પ્રાથમિક શિક્ષણ બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં મેળવ્‍યુ હતું. ધોરણ 9 થી 12નો અભ્‍યાસ આદર્શ નિવાસી શાળા, વલસાડ ખાતે કર્યા બાદ બી.આર.એસ. કોલેજ કરી સુરત યુનિવર્સિટીમાં એમ.આર.એસ. પૂર્ણ કર્યું હતું. ત્‍યારબાદ પંજાબના હોશિયારપુર બી.એસ.એફ. ટ્રેનિંગ સેન્‍ટર ખાતે એક વર્ષની તાલીમ લીધી હતી. હાલમાં રાજસ્‍થાન-ગુજરાત બોર્ડર બાડમેરમાં તેણીનું પોસ્‍ટિંગ થયું છે.
શ્રીમતી સ્‍મિતાના માતા-પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલાં જ ખટાણાના શ્રી વિનુભાઈ પવાર સાથે સ્‍મિતાના લગ્ન થયા હતા. તેઓ પણ ખેતીવાડી કરીને જ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. પોતાના ઘરે અને લગ્ન બાદ સાસરે પણ ખેતીવાડીમાં દરેક પ્રકારનું કામ કર્યું છે, ખભે 15 કિલો વજનનો પમ્‍પ લગાવી ખેતરે શાકભાજીમાં દવાનો છંટકાવ કર્યો છે, આ મહેનત બીએસએફની તાલીમ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડી હતી, તેમ સ્‍મિતાએ જણાવ્‍યું હતું.

Related posts

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

દીવ જિ.પં.ના ઉપ પ્રમુખ શશીકાંત માવજી વિદેશી નાગરિક હોવાની કેન્‍દ્રના ગૃહ અને વિદેશ મંત્રાલયે કરેલી પુષ્‍ટિ

vartmanpravah

દમણ-દીવમાં લાલુભાઈ એટલે લાલુભાઈઃ સેવાના ભેખધારી અને નસીબના બળીયા

vartmanpravah

પોર્ટુગીઝોનું ગોવા પરનું એટલે કે ભારત પરનું આક્રમણ અને શાસન એ જોર જુલમનો જીવતો ઇતિહાસ

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

વલસાડનાં નામાંકિત ડો.કાંતિભાઈ પટેલને બેસ્‍ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત થયો

vartmanpravah

Leave a Comment