October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ધરમપુર: બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.14
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના શ્રી રસિકભાઈ ભોયા અને શ્રીમતી મયનાબેનની દીકરી શ્રીમતી સ્‍મિતાએ બી.એસ.એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું છે. આ પોસ્‍ટિંગ મળતાં પ્રગતિ મહિલા મંડળ, બીલપુડી અને ગ્રામજનો દ્વારા શ્રીમતી સ્‍મિતાના સન્‍માન સમારંભનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી વનીતાબેન ગાંવિતે શ્રીમતી સ્‍મિતાનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માનિત કરી ગામની આદિવાસી દીકરીને દેશની સેવા કરવાનો અવસર મળ્‍યો હોય ગૌરવની લાગણી અનુભવી રહી હોવાનું જણાવ્‍યું હતું.
શ્રીમતી સ્‍મિતાએ કારકિર્દીના વિકલ્‍પ તરીકે બી.એસ.એફ.ની પસંદગી કરી દેશની સેવા કરવા માટેનો જુસ્‍સો બતાવી અન્‍ય યુવતીઓને પણ પ્રેરણા પુરી પાડી છે.
આ કાર્યક્રમમાં નિવૃત્ત સર્કલ અધિકારી શ્રી રમેશભાઈ ગાંવિત, ગુજરાત કામદાર કલ્‍યાણ બોર્ડના નિવૃત્ત સંચાલક શ્રી શંકરભાઈ ગાંવિત તેમજ બગાયતશાષાી શ્રી ચિન્‍મય ગાંવિતે સ્‍મિતાને શુભેચ્‍છાઓ પાઠવી યુવાનો અને યુવતીઓને દેશની સેવા કરવાની પ્રેરણા પુરી પાડી ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા.
બીલપુડી ગામની પહેલી દીકરી છે, જેમણે દેશની સેવા માટે બી.એસ.એફ.ની પસંદગીકરી તેમાં પોસ્‍ટિંગ મેળવી ગામનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે, જે આદિવાસી સમાજ અને મહિલાઓ માટે ખુબ જ ગૌરવની વાત હોવાનું તેઓએ જણાવ્‍યું હતું.
શ્રીમતી સ્‍મિતાએ પ્રાથમિક શિક્ષણ બીલપુડી બેઝ ફળીયા પ્રાથમિક શાળામાં મેળવ્‍યુ હતું. ધોરણ 9 થી 12નો અભ્‍યાસ આદર્શ નિવાસી શાળા, વલસાડ ખાતે કર્યા બાદ બી.આર.એસ. કોલેજ કરી સુરત યુનિવર્સિટીમાં એમ.આર.એસ. પૂર્ણ કર્યું હતું. ત્‍યારબાદ પંજાબના હોશિયારપુર બી.એસ.એફ. ટ્રેનિંગ સેન્‍ટર ખાતે એક વર્ષની તાલીમ લીધી હતી. હાલમાં રાજસ્‍થાન-ગુજરાત બોર્ડર બાડમેરમાં તેણીનું પોસ્‍ટિંગ થયું છે.
શ્રીમતી સ્‍મિતાના માતા-પિતા ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ પહેલાં જ ખટાણાના શ્રી વિનુભાઈ પવાર સાથે સ્‍મિતાના લગ્ન થયા હતા. તેઓ પણ ખેતીવાડી કરીને જ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. પોતાના ઘરે અને લગ્ન બાદ સાસરે પણ ખેતીવાડીમાં દરેક પ્રકારનું કામ કર્યું છે, ખભે 15 કિલો વજનનો પમ્‍પ લગાવી ખેતરે શાકભાજીમાં દવાનો છંટકાવ કર્યો છે, આ મહેનત બીએસએફની તાલીમ દરમિયાન ખૂબ જ ઉપયોગી નીવડી હતી, તેમ સ્‍મિતાએ જણાવ્‍યું હતું.

Related posts

દાનહ જિ.પં. સંચાલિત નરોલી પ્રાથમિક ગુજરાત કેન્‍દ્ર શાળામાં યોજાયો વાર્ષિકોત્‍સવઃ કુલ 9 શાળાઓએ લીધેલો ભાગ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે સાદડવેલથી દારૂ ભરેલ કાર ઝડપી

vartmanpravah

બીલીમોરા અને ચીખલી વિસ્‍તારમાં કુલ રૂા.83 કરોડના ખર્ચે વિવિધ વિકાસ પ્રકલ્‍પોનું ખાતમૂહુર્ત-લોકાર્પણ કરતાનાણા મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય ડિસ્‍લેક્‍સિયા જાગૃતિ મહિનાના અવસરે દમણના લાઇટ હાઉસને લાલ રંગથી પ્રકાશિત કરાયો

vartmanpravah

વલસાડ પારસી અંજુમન ટ્રસ્‍ટ દ્વારા સ્‍વ.રતન ટાટાને શ્રદ્ધાંજલી અપાઈ

vartmanpravah

Leave a Comment