September 1, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સરકારી જમીન કોતર ઉપર કરાતા દબાણ સામે પ્રશાસનની લાલ આંખ દાનહના સાયલી ગામમાં સરકારી જમીન ઉપર બનેલ ત્રણ દુકાન અને ઘર સહિત સાત ગેરકાયદેસર ઢાબાઓનું ડિમોલિશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18
દાદરા નગર હવેલીના કલેકટર શ્રી રાકેશ મિન્‍હાસના દિશાનિર્દેશ અનુસાર સેલવાસ અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર પર કરવામા આવેલ ગેરકાયદેસર બાંધકામોને દુર કરવાની કામગીરી 4થી એપ્રિલથી શરૂ કરવામા આવી હતી. જે હાલમાં પણ ચાલી રહી છે. સેલવાસ મહેસુલ વિભાગ દ્વારા સાયલી ગામમાં સરકારી જમીન પર ત્રણ દુકાનો અને એક ઘર અને ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા દપાડા પટેલાદના વાસોણા,પાટી અને ચીંચપાડા ગામમા સાત ઢાબાઓ ગેરકાયદેસર બનેલ હતા. જેનું ડિમોલિશન કરવામા આવ્‍યું હતું.
પ્રશાસન દ્વારા અનુરોધ કરવામા આવ્‍યો છે કે જે કોઈએ પણ સરકારી જમીન અને સરકારી કોતર કે નહેર પર ગેરકાયદેસર અતિક્રમણ કર્યું હોય તેઓ જાતે જ હટાવી દે અથવા પ્રશાસન દ્વારા તેને દુર કરવામા આવશેઅને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

Related posts

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

દાનહ સિવિલ સોસાયટી જિ.પં.ના વિકાસ કામોનું સોશિયલ ઓડિટ કરશે

vartmanpravah

દાનહ-ખડોલીની સિદ્ધિવિનાયક સ્‍ટીલ કંપનીમાં બીઆઈએસ ટીમની રેડ

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

ઈન્‍ચાર્જ જિલ્લા કલેકટર અનુસૂયા ઝા ના અધ્‍યક્ષસ્‍થાને મોકડ્રીલના આયોજન અંગેની બેઠક યોજાઈ

vartmanpravah

ઉમરગામ પોલીસ સ્‍ટેશનનો ચોરીનો આરોપી કલસર ચેકપોસ્‍ટથી ઝડપાયો

vartmanpravah

Leave a Comment