(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજમાં એમ.કોમ. કર્યા બાદ વીર નર્મદ દ.ગુ. યુનિવર્સિટી સુરતથી એમ.ફીલની ડીગ્રી મેળવ્યા પછી શિવાની આચાર્ય વ્યાસે ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા કોમર્સ ફેકલ્ટીના એકાઉન્ટ વિભાગમાં ‘ખ્ ઘ્ંળર્ષ્ટીર્શ્વીદ્દશરુફૂ લ્દ્દયફુક્ક ંઁ વ્ત્ર્ફૂ જ્શર્ઁીઁણૂર્શીશ્ર ભ્ફૂશ્વશ્ંશ્વર્ળીઁણૂફૂ ંશ્ ભ્શ્વશરર્ુીદ્દફૂ લ્ફૂણૂદ્દંશ્વ ર્ગ્ીઁત્ત્ત શઁ ત્ઁફુર્શી’માં પીએચડીની પદવી મેળવી બ્રહ્મસમાજ સહિત પરિવાર અનેવલસાડ શહેરનું પણ ગૌરવ વધાર્યું છે. શિવાની આચાર્ય વ્યાસે અમદાવાદની સિટી સી.યુ.શાહ કોમર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિ. ડો.પ્રશાંત જરીવાલાના માર્ગદર્શન હેઠળ આ ઉચ્ચ પદવી મેળવી સિધ્ધિ હાંસલ કરતા પરિવારજનો સહિત તમામે શુભેચ્છા પાઠવી હતી.