વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટી રજીસ્ટ્રેશન માટે આવતી અડચણોને દુર કરવા માટે જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવેલી આવશ્યક સહાયતાની માહિતી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18
દમણના જીએસટી વિભાગ દ્વારા 25થી 30 એપ્રિલ સુધી યોજાનારા ‘જીએસટી રજીસ્ટ્રેશન સપ્તાહ’ અંતર્ગત દમણની દરેક પંચાયતોમાં રજીસ્ટ્રેશન કેમ્પના આયોજનની કડીમાં આજે દુણેઠા ગ્રામ પંચાયત ખાતે જીએસટી રજીસ્ટ્રેશન અને જાગરૂકતા કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારના લોકો અને વેપારીઓને જીએસટીના ફાયદા તથા તેની સરળ પ્રક્રિયાની વિસ્તારથી જાણકારી આપી હતી. વેપારીઓ અને ઉદ્યમીઓ તથા ડીલરોને જીએસટી રજીસ્ટ્રેશન માટે આવતી અડચણોને દુર કરવા માટે જીએસટી વિભાગ દ્વારા આપવામાં આવતી આવશ્યક સહાયતાની પણ માહિતી આપી હતી.
આ કેમ્પમાં જીએસટી અને વેટ વિભાગના અધિકારીઓ, ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, વેપારીઓ, ગ્રામ્ય વિસ્તારના લોકો તથા સ્થાનિક લોકપ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી જરૂરીજાણકારી મેળવી હતી. જીએસટી વિભાગ દ્વારા આવતી કાલ તા.19મી એપ્રિલ, ર0રરના રોજ વરકુંડ પંચાયત ખાતે રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાની જાણકારી પણ આપી હતી.