October 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલીની કંપનીના રૂમમાં કર્મચારીને એટેક આવતા સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.18
દાદરા નગર હવેલીના નરોલી ગામે આવેલ એક કંપનીના રૂમની અંદર જ કામદારની તબિયત બગડતા તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલમાં લઇ જવામા આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમ્‍યાન એનું મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર વિવેક પોલીમર કુંભારવાડી નરોલી ખરડપાડા કંપનીના પરિસરમાં આવેલ રૂમમા રહેતા ધરમચંદ રાધેશ્‍યામ પાઠક (ઉ.વ.51, મુળ રહેવાસી યુપી) જે સવારે દૈનિક ક્રિયા પતાવી સ્‍નાન કરીને રૂમમા બેઠો હતો. ત્‍યારે અચાનક એની તબિયત બગડતા આજુબાજુના રૂમમાં રહેતા અને કંપની સંચાલકો દ્વારા ધરમચંદને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. જ્‍યાંફરજ પરના ડોકટરે ધરમચંદને એટેક આવ્‍યો હોવાનુ જણાવ્‍યુ હતુ. જેનું સારવાર દરમ્‍યાન મોત થયુ હતુ. નરોલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

સ્‍પોર્ટ્‍સ ડીપાર્ટમેન્‍ટ દમણ દ્વારા ડિસ્‍ટ્રીક્‍ટ ઈન્‍ટર સ્‍કૂલ ઓપન ટેબલ ટેનિસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

ઉમરગામની કંપનીમાં લોખંડની ભઠ્ઠીમાંથી લાવા બહાર આવતા સાત કામદારો દાઝ્‍યા

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

નવસારીમાં જૂનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશનલ દ્વારા સિનિયર સીટીઝન પેઈન રિલીફ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ધો.12 સાયન્‍સ વાપી કેન્‍દ્રનું પરિણામ 45.59 ટકા

vartmanpravah

Leave a Comment