December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાંથી કુપોષણની સમસ્‍યા દુર કરવા ભાજપ પ્રદેશ મહિલામોરચાનો સક્રિય પ્રયાસ: અથાલ ગામે કુપોષિત બાળકોને ખાદ્ય સામગ્રી કીટનું વિતરણ કરાયુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
ભારતીય જનતા પાર્ટી દેશભરમાં સામાજિક ન્‍યાય પખવાડિયુ મનાવી રહ્યા છે જે અંતર્ગત પોષણ અભિયાન પણ ચલાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશ મહિલા મોરચા દ્વારા પ્રદેશના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રાહટકરના દિશાનિર્દેશમાં અને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શનમાં અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સિમ્‍પલ કાટેલાની અધ્‍યક્ષતામાં પ્રદેશમા પોષણ અભિયાન ચલાવી રહ્યા છે. જેના ઉપલક્ષમા નરોલી પંચાયતમા અને અથાલ વિસ્‍તારમા મહિલા મોરચાની ટીમ દ્વારા કુપોષિત બાળકોને ડ્રાય ફ્રુટ અને અન્‍ય પોષક ખાદ્ય સામગ્રીની કીટ બનાવી વિતરણ કરવામા આવી હતી.
આ અવસરે પ્રદેશ મહિલા મોરચા ઉપપ્રમુખ જુલી સોલંકી, પ્રદેશની ઉપપ્રમુખ પ્રમિલા ઉપાધ્‍યાય, મહામંત્રી પુષ્‍પાબેન પટેલ સહિત મહિલા મોરચાની ટીમ ઉપસ્‍થિત રહી હતી.

Related posts

સેલવાસ અયપ્‍પા મંદિરમાં મંડલ પૂજા મહોત્‍સવની થયેલી પૂર્ણાહૂતી

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહની ઈમરજન્‍સી રિસ્‍પોન્‍સ ટીમને ચોમાસામાં નીચાણવાળા વિસ્‍તારની મુલાકાત લઈ અગમચેતીના પગલાં માટે આયોજન કરવા ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખની તાકિદ

vartmanpravah

દાનહના સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને યુવા આદિવાસી નેતા સની ભીમરાએ ખરડપાડાના ખાડીપાડા વિસ્‍તારની લીધેલી મુલાકાતઃ ગામલોકો સાથે કરેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સત્‍ય નારાયણ ભગવાનની મહાપૂજા અને દમણવાડા હાયર સેકન્‍ડરી શાળાના શિક્ષકોનો સન્‍માન સમારંભ

vartmanpravah

Leave a Comment